Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર:અમિત ચાવડાના સમર્થનમાં પત્રકાર પરિષદ, સ્થાનિક નેતાઓ પર નબળા ઉમેદવાર પસંદગીનો આરોપ

    1 day ago

    પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાત બાદ આ સ્થિતિ સર્જાઈ છે. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો બચાવ કર્યો હતો અને સ્થાનિક નેતાગીરી સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને ગેનીબેન ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતના વિરોધમાં બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી દિલ્હી ગયેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. બાબુજી ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ટિકિટ ફાળવણી અંગે જણાવ્યું કે, તેની જવાબદારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોને સોંપાઈ હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ નેતાઓએ અંગત સ્વાર્થ અને ભાજપને જીતાડવાના આશયથી નબળા ઉમેદવારો પસંદ કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સંગઠન મજબૂત કરવાને બદલે પોતાનો સમય 'ભુવાપણા'માં વિતાવ્યો, જેના કારણે ચૂંટણીમાં ઇચ્છિત પરિણામો મળ્યા નહીં. ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાનો દોષ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર ઢોળવો વ્યાજબી નથી. ઠાકોરે ઉદાહરણ આપતા કહ્યું કે, પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ઠાકોર સમાજના 80,000 મત મળ્યા હતા, પરંતુ લોકસભા ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલ ઠાકોર ઉમેદવારને 20,000 મત પણ અપાવી શક્યા ન હતા. આ સંજોગોમાં, સ્થાનિક નેતાગીરી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પ્રદેશ નેતાગીરી સામે વિરોધ કરી રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. આગામી દિવસોમાં અમિત ચાવડાના સમર્થનમાં પાટણ અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો દિલ્હી જશે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સમક્ષ સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહ હુમલાના મૃતકના પરિવારને સહાય:જાફરાબાદના ભરતભાઈ બારૈયાના પરિવારને ₹10 લાખ ચૂકવાયા; ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને રજૂઆત કરી હતી
    Next Article
    ILSASS કોલેજમાં રાજ્યકક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઈ:1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા, ₹40,000ના ઇનામો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment