Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ILSASS કોલેજમાં રાજ્યકક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઈ:1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા, ₹40,000ના ઇનામો અપાયા

    1 day ago

    CVM યુનિવર્સિટી સંચાલિત ILSASS કોલેજ દ્વારા રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ક્વિઝ સ્પર્ધા ‘એન્ક્યુએસ્ટા 9.0 – ધ ક્વિઝિંગ કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લાં 9 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 1,000થી વધુ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલના સૌજન્યથી વિજેતાઓને કુલ રૂ. 40,000ના રોકડ પુરસ્કારો અને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. સ્પર્ધા બે સત્રોમાં યોજાઈ હતી. સવારના સત્રમાં સ્કૂલ જનરલ નોલેજ અને સ્પેલ બી સ્પર્ધા યોજાઈ હતી, જ્યારે બપોરના સત્રમાં કોલેજ જનરલ નોલેજ અને બોલીવુડ ક્વિઝનું આયોજન કરાયું હતું. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ટીમોને અનુક્રમે રૂ. 5,000, રૂ. 3,000 અને રૂ. 2,000ના રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સ્કૂલ જનરલ નોલેજ વિભાગમાં વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, આણંદના હંસરાજ ચાવડા અને પ્રમ શુક્લાએ પ્રથમ સ્થાન મેળવ્યું. ટી.વી. પટેલ સ્કૂલના હીર પટેલ અને આર્નવી ઉપાધ્યાય દ્વિતીય સ્થાને રહ્યા, જ્યારે કેન્દ્રીય વિદ્યાલય, આણંદના અનુજ યાદવ અને હરિન પટેલ તૃતીય સ્થાને રહ્યા. સ્કૂલ સ્પેલ બી સ્પર્ધામાં કેન્દ્રીય વિદ્યાલયના સાશા સૈયદ અને અક્સા રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. શ્રિષ્ટિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નડિયાદના શ્રેયાંશી ચાવડા અને આદિત્ય ભંડારી દ્વિતીય સ્થાને રહ્યા, જ્યારે શ્રિષ્ટિ સ્કૂલના જ વૃષ્ટિ પટેલ અને રોમા શાહની ટીમે તૃતીય સ્થાન મેળવ્યું. કોલેજ વિભાગની સ્પર્ધાઓમાં, કોલેજ જનરલ નોલેજ ક્વિઝમાં પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના હિતાંશી ઘોષ અને સચિર સત્ય પાંડેની ટીમ વિજેતા બની. કોલેજ બોલીવુડ ક્વિઝમાં ILSASS કોલેજના જૈમિત ચૌહાણ અને અંશી તલાટીએ પ્રથમ સ્થાન મેળવ્યું. MBIT (CVM યુનિવર્સિટી)ના નીલ પટેલ અને આરવ પરમાર દ્વિતીય સ્થાને રહ્યા, જ્યારે GCET (CVM યુનિવર્સિટી)ના શિવાંશ શ્રીવાસ્તવ અને ભાવ્યા વર્માએ તૃતીય સ્થાન હાસિલ કર્યું. આ કાર્યક્રમનું સફળ આયોજન CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ઇન્દ્રજીત પટેલના માર્ગદર્શન અને ILSASS કોલેજના ઇનચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સી. એન. અર્ચના નરહરીના નેતૃત્વ હેઠળ સંપન્ન થયું. પ્રોફ. ડૉ. અંજલી મચ્છી, CEO માનવ દરજી અને સોશિયલ મીડિયા ડિરેક્ટર આકૃતિ કુમારી સિંહે આયોજનમાં મહત્ત્વની જવાબદારી નિભાવી. કોલેજના પ્રાધ્યાપકો અને સ્વયંસેવકોના સહયોગથી આયોજન સફળ બન્યું હોવાની માહિતી મીડિયા કોઓર્ડિનેટર ડૉ. કૃષ્ણા ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર:અમિત ચાવડાના સમર્થનમાં પત્રકાર પરિષદ, સ્થાનિક નેતાઓ પર નબળા ઉમેદવાર પસંદગીનો આરોપ
    Next Article
    દીકરીનો જન્મ થતાં દહેજની માગણી કરી પરિણીતાને ત્રાસ:‘તું ઘરને વારસ આપી શકતી નથી’ કહીને છૂટાછેડા આપવા પતિનું દબાણ; સાસરિયા સામે FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment