Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધની ચેન આંચકનાર ઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે બાવચાવાડના યોગેશ કહારને મુદ્દામાલ અને મોપેડ સાથે દબોચ્યો

    1 day ago

    વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા એક સીનિયર સિટીઝનની સોનાની ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને 21 વર્ષીય આરોપી યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઇ કહાર (રહે. બાવચાવાડ, પાણીગેટ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શખ્સના ખિસ્સામાંથી સોનાની ચેન મળી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે શાલીમાર બગીચા નજીક શંકાસ્પદ હાલતમાં મોપેડ સાથે ઊભેલા યોગેશ કહારને કોર્ડન કરીને ઝડતી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાંથી સોનાની ચેન મળી આવી હતી, જે અંગે તે કોઈ કાયદેસરના આધાર-પુરાવા રજૂ કરી શક્યો નહોતો. સગીર સાગરીત સાથે મળી આચરી હતી લૂંટ પોલીસની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે પોતાના એક સગીર સાગરીત સાથે મળીને કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોક કરી રહેલા નાગરિકના ગળામાંથી આ ચેન આંચકી હતી. પોલીસે ચેન અને મોપેડ કબજે કર્યા છે. ઝડપાયેલો આરોપી યોગેશ કહાર અગાઉ 2023માં પણ વાહન ચોરીના ગુનામાં પાણીગેટ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    'ગટર છાપ' Gen Z અચાનક દેશની તાકાત બની ગયા:ભાજપ સાંસદ કંગનાએ યુટર્ન લેતા કહ્યું- Gen Zના લીધે જ અમારી સરકાર, આપણા દેશની ધરોહર; થોડા દિવસ પહેલાં કોકરોચ કહ્યા હતા
    Next Article
    અમરેલીમાં સિંહ હુમલાના મૃતકના પરિવારને સહાય:જાફરાબાદના ભરતભાઈ બારૈયાના પરિવારને ₹10 લાખ ચૂકવાયા; ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને રજૂઆત કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment