Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ ફાયર વિભાગને મળ્યું ₹ 7.10 કરોડનું ‘ઐરાવત’:27 મીટર લાંબી બુમ, ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા સક્ષમ

    11 hours ago

    ભુજની સુરક્ષામાં વધારો કરતા, ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ અને અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા ભુજ નગરપાલિકા ફાયર સ્ટેશનને અત્યાધુનિક ‘ટર્ન ટેબલ લેડર’ વાહન ફાળવવામાં આવ્યું છે. અંદાજે ₹7.10 કરોડની કિંમતનું આ વાહન હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગ કે ઇમરજન્સી સમયે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વાહનની મુખ્ય વિશેષતા તેની 27 મીટર લાંબી બુમ (શાફ્ટ) છે, જે ઊંચી ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા અને ફાયર ફાઈટિંગ કરવા સક્ષમ છે. આ આધુનિક મશીનરીમાં 2500 લીટરની પાણીની ટાંકી પણ ઉપલબ્ધ છે. શહેર અને જિલ્લામાં આગની દુર્ઘટનાઓ સમયે ઝડપી રેસ્ક્યુ કામગીરી કરી માનવ જિંદગી બચાવવા માટે આ ‘ઐરાવત’ હવે આર.ટી.ઓ. સર્કલ પાસેના ફાયર સ્ટેશન પર સ્ટેન્ડબાય રહેશે.
    Click here to Read More
    Previous Article
    NSUI દ્વારા રજૂઆત:કચ્છ યુનિ.માં 2024ની જાહેરાતના આધારે વર્ષ 2026માં ભરતી કેમ ? પ્રક્રિયા રદ કરો
    Next Article
    'દર 10માંથી એક વ્યકિત કિડની રોગનો શિકાર બની શકે':તબીબે કહ્યું- આ લોકો પર સૌથી વધુ ખતરો, બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment