Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NSUI દ્વારા રજૂઆત:કચ્છ યુનિ.માં 2024ની જાહેરાતના આધારે વર્ષ 2026માં ભરતી કેમ ? પ્રક્રિયા રદ કરો

    12 hours ago

    કચ્છ યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની હાલની ભરતી પ્રક્રિયા રદ્દ કરી ફરીથી કરવા જિલ્લા NSUI દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેના ફોર્મ બે વર્ષ અગાઉ 2024માં ભરાવવામાં આવ્યા હતા. ભરતીમાં ગેરરીતિ થવાને કારણે સરકાર દ્વારા સમગ્ર ભરતી રદ્દ કરવાનો આદેશ અપાયો છે. આટલા લાંબો સમય થવાને કારણે ઘણા ઉમેદવારોના હિતોને નુકસાન થયું છે, આ બે વર્ષના સમયગાળામાં ઘણા ઉમેદવારોની વય મર્યાદા વધી ગઈ છે, જેથી તેઓ આ ભરતી માટે અયોગ્ય બની ગયા છે. ઘણા ઉમેદવારો અન્ય જગ્યાએ નોકરીમાં જોડાઈ ગયા છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓએ આ બે વર્ષ દરમિયાન સંબંધિત લાયકાત મેળવી છે, તેમને નવેસરથી ફોર્મ ભરાવાથી આ ભરતીમાં તક મળી શકે તેમ છે. કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે તે અયોગ્ય છે ઉમેદવારોના હિતમાં આ જૂની ભરતી પ્રક્રિયાને તાત્કાલિક રદ્દ કરી વહેલી તકે નવેસરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવા માંગ કરાઈ છે. જો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહી આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું આવેદન આપતી વખતે ક્રિષ્નારાજસિંહ જાડેજા, તીર્થ ઠક્કર, સંદીપ રામ, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ અને NSUI આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો:ઉનાળો આકરો બનતા રૂદ્રમાતા ડેમના જળસ્તરમાં ભારે ઘટાડો
    Next Article
    ભુજ ફાયર વિભાગને મળ્યું ₹ 7.10 કરોડનું ‘ઐરાવત’:27 મીટર લાંબી બુમ, ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા સક્ષમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment