Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ગીધ જાગૃતિ દિવસ: પર્યાવરણના સફાઈ કામદારોનું મહત્ત્વ:સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં 40થી વધુ ગીધની હાજરી, સંખ્યા ઘટતા ચિંતા; વન વિભાગ દ્વારા ગીધ સંરક્ષણ માટે વિશેષ કામગીરી

    11 hours ago

    આજે આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતિ દિવસ છે. ગીધને પ્રકૃતિ અને પર્યાવરણના મુખ્ય સફાઈ કામદાર ગણવામાં આવે છે. જોકે, સમગ્ર રાજ્યમાં ગીધની વસતીમાં સતત થઈ રહેલો ઘટાડો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ગીધની હાજરી જોવા મળે છે, જે પર્યાવરણપ્રેમીઓ માટે આશાનું કિરણ છે. સુરેન્દ્રનગરના વિવિધ ગામોમાં ગીધનો વસવાટ સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ, ભારદ, અખિયાણા, પીપળી, મોટી માલવણ, ચંદ્રાસર અને રાજચરાડી જેવા ગામોમાં ગીધ જોવા મળી રહ્યા છે. આ પક્ષીઓ ગ્રામ્ય વિસ્તારો, વાડી વિસ્તારો અને ગામના તળાવોના કાંઠે નજરે પડે છે. સ્થાનિક સ્તરે કરવામાં આવેલા અંદાજ મુજબ આ વિસ્તારોમાં હાલમાં આશરે 40થી વધુ ગીધ વસવાટ કરી રહ્યા છે. તેમના માળા ઊંચા વૃક્ષો પર આવેલા છે, જ્યાંથી તેઓ વહેલી સવારે ખોરાકની શોધમાં નીકળે છે અને સાંજે પરત ફરે છે. વન વિભાગ દ્વારા ગીધની સુરક્ષા અને ગણતરી ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય વિભાગના અધિકારીઓ અને તેમની ટીમો આ વિસ્તારોની સતત અને નિયમિત મુલાકાત લે છે. વન વિભાગ દ્વારા ગીધના માળાની સ્થિતિ અને તેમની સંખ્યા વિશે ચોક્કસ માહિતી એકઠી કરવામાં આવે છે. આ સાથે અધિકારીઓ ગ્રામજનો સાથે બેઠક યોજીને ગીધના સંરક્ષણ અને તેમની સંખ્યામાં વધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપે છે. ગીધને પોતાના નજદીકી વિસ્તારમાં જ પૂરતો ખોરાક મળી રહે તે માટે પણ વન વિભાગ અને સ્થાનિકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઇકોર્ટ સહિત તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:બૉમ્બ સ્કવોડે સેશન્સ અને મેટ્રો કોર્ટનું પરિસર ખાલી કરાવી ચેકિંગ હાથ ધર્યું, ફાયર અને પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે
    Next Article
    Chinese National Rescued Alive From Nepal Tunnel After 10 Days

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment