Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજી પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો:રૂ. 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

    3 days ago

    અરવલ્લી જિલ્લામાં શામળાજી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી હોન્ડા સિટી કાર ઝડપી પાડી છે. પોલીસે રૂ. 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જોકે કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. શામળાજી પોલીસને ચેકિંગ દરમિયાન વહેલી સવારે રાજસ્થાન તરફથી GJ-01-KZ-0319 નંબરની એક શંકાસ્પદ હોન્ડા સિટી કાર આવતી જોવા મળી હતી.પોલીસે કારને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે શામળાજી તરફ ભગાડી મૂકી. પોલીસે તાત્કાલિક સરકારી વાહન વડે તેનો પીછો કર્યો. પોલીસ પાછળ પડી હોવાની જાણ થતાં જ ચાલકે શામળાજીથી આગળ શામળપુર ગામની સીમમાં પોતાની કાર રોડ સાઈડમાં ઊભી રાખી દીધી અને અંધારા તથા ખેતરોનો લાભ લઈ નાસી છૂટ્યો. પોલીસે લાવારિસ હાલતમાં મળેલી હોન્ડા સિટી કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે કુલ 26 પેટી, જેમાં 984 નંગ ક્વાર્ટર/ટીન વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 1,68,096/- છે, તે જપ્ત કર્યો. આ ઉપરાંત, રૂ. 6,00,000/- ની કિંમતની હોન્ડા સિટી કાર પણ કબજે કરવામાં આવી છે. શામળાજી પોલીસે કુલ રૂ. 7.68 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદાના તત્કાલીન ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર:10 JCB મશીનો દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ; પૂર્વ મામલતદાર પી.કે. જોષીની ફરિયાદ બાદ કાર્યવાહી
    Next Article
    ચોમાસાની ઋતુમાં ઉનાળા જેવો અહેસાસ:સોરઠ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચ્યો, ઉકળાટ વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment