Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદાના તત્કાલીન ઉચ્ચ અધિકારીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર:10 JCB મશીનો દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ; પૂર્વ મામલતદાર પી.કે. જોષીની ફરિયાદ બાદ કાર્યવાહી

    3 days ago

    નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ગરુડેશ્વર ખાતે તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલી જમીનો પરના ગેરકાયદે બાંધકામો પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. રવિવારે રજાના દિવસે આ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગરુડેશ્વર ખાતેના સરકારી મકાનોના ડિમોલિશનનો ભાગ છે. વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા આશરે 11 ઉચ્ચ અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પ્લોટ ફાળવ્યા બાદ સમયસર બાંધકામ ન કરવા, ટાઉન પ્લાનિંગની મંજૂરી ન લેવા અને કેટલાક બાંધકામો વ્યાપારીક હેતુના જણાતા વિવાદ સર્જાયો હતો. તત્કાલીન મામલતદાર પી.કે. જોષીએ આ અંગે ફરિયાદ કરી હતી અને આરટીઆઈ પણ માંગી હતી, જેના આધારે જિલ્લા કલેક્ટરે આ બાંધકામો તોડી પાડી જમીનો 'શ્રી સરકાર' કરવાના આદેશ આપ્યા હતા. ડિમોલિશન કાર્યવાહી હેઠળ આવેલા અધિકારીઓમાં તત્કાલીન પ્રાંત અધિકારી અને હાલના અધિક કલેક્ટર ડી.કે. ભગત, તત્કાલીન ચૂંટણી અધિકારી અને હાલ સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એમ.ડી. મીડિયા, તત્કાલીન મામલતદાર અને નિવૃત્ત વી.વી. મછાર, તત્કાલીન ટાઉન પ્લાનર અને હાલ સિનિયર ટાઉન પ્લાનર (એવોર્ડ શાખા, ગાંધીનગર) એચ.વી. ગામીત, તત્કાલીન પ્રાંત અધિકારી, ડેડીયાપાડા સ્વ. ડી.એન. ચૌધરી, આર.એમ. ચૌધરી, આર.વી. બારીયા અને એલ.એમ. ડિંડોરનો સમાવેશ થાય છે. જોકે, આ અધિકારીઓ પૈકી બે અધિકારીઓએ હાલ કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આ ડિમોલિશન કાર્યવાહી સુચારુ રીતે ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એજી ચોક પાસે ઊંડા કૂવામાં ખાબકેલા આધેડનું દિલધડક રેસ્ક્યૂ:ફાયર જવાનોએ પાણીમાં પાઈપો-જાળીઓ વચ્ચેથી મહામહેનતે બહાર કાઢ્યા; જીવ ન બચ્યો
    Next Article
    શામળાજી પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો:રૂ. 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment