Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી ભાવનગર કલેક્ટર કચેરી નવા સરનામે વિદ્યાનગર ખસેડાઈ:₹ 33 કરોડના ખર્ચે નિર્મિત 'જિલ્લા સેવા સદન' કાર્યાન્વિત, હવે તમામ મહેસૂલી સેવાઓ એક જ સંકુલમાં

    23 hours ago

    ભાવનગર જિલ્લાના નાગરિકોને તમામ સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી મીણબત્તી સર્કલ, વિદ્યાનગરમાં ₹ 33 કરોડના ખર્ચે અદ્યતન ‘જિલ્લા સેવા સદન’ તૈયાર કરવામાં આવ્યું છે. આજથી જિલ્લા કલેક્ટર કચેરી આ નવા સંકુલમાં વિધિવત રીતે સ્થળાંતરિત થઈને કાર્યરત થઈ ગઈ છે. અરજદારોના સમયની બચત થશે આ અંગે જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ 25 સપ્ટેમ્બરે આ નવા સેવા સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાકીની જરૂરી કામગીરી પૂર્ણ થયા બાદ આજે બીજા નોરતાથી વિદ્યાનગર સ્થિત નવી કલેક્ટર ઓફિસ શરૂ કરી દેવામાં આવી છે નવા બિલ્ડિંગમાં કલેક્ટર કચેરી અને તેની વિવિધ મહેસૂલી શાખાઓ ઉપરાંત નિવાસી અધીક કલેક્ટર, SDM સિટી, મામલતદાર સિટી, જિલ્લા પુરવઠા અધિકારી, સ્ટેમ્પ ડ્યુટી વિભાગ તથા DILR (જમીન દફતર) જેવી મહત્વપૂર્ણ કચેરીઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. મોટી જગ્યા અને આધુનિક સુવિધાઓ હોવાથી ભૂતકાળમાં જે જગ્યાની અછત હતી તે દૂર થશે અને અરજદારોના સમય તેમજ શક્તિની બચત થશે. ગ્રામ્ય મામલતદારની કચેરીઓ જૂની કલેક્ટર ઓફિસમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા અર્થે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગ્રામ્ય SDM અને ગ્રામ્ય મામલતદારની કચેરીઓ જૂની કલેક્ટર ઓફિસ ઈપી સિનેમા સામે ખાતેથી જ ચાલુ રહેશે, જ્યારે બાકીની તમામ મહેસૂલી કચેરીઓ નવા જિલ્લા સેવા સદન ખાતેથી કાર્યરત રહેશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના 'બિરિયાની કાંડ' બાદ રાજકોટ મનપા એક્શનમાં:મોચીબજારમાંથી લાયસન્સ વગરનું 1500 કિલો બિનઆરોગ્યપ્રદ ચિકન ઝડપાયું, ₹3 લાખનો માલ સ્થળ પર જ નષ્ટ
    Next Article
    મોરબીમાં 14 થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઈલ વાન:અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયની પહેલ, અરજદારો નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment