Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના 'બિરિયાની કાંડ' બાદ રાજકોટ મનપા એક્શનમાં:મોચીબજારમાંથી લાયસન્સ વગરનું 1500 કિલો બિનઆરોગ્યપ્રદ ચિકન ઝડપાયું, ₹3 લાખનો માલ સ્થળ પર જ નષ્ટ

    21 hours ago

    જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બિરિયાની ખાધા બાદ અનેક લોકોને ઝાડા-ઉલટીની ગંભીર અસર થવાની ઘટના સામે આવી હતી. આ બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરમાં નોનવેજનું વેચાણ કરતા વેપારીઓ સામે આકરી ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે રાજકોટની જાણીતી મોચીબજાર ખાતે આવેલી મીટ અને ફિશ માર્કેટમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન બે પેઢીઓમાંથી અંદાજે 1500 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ અને વાસી ચિકનનો જથ્થો ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા આશરે ₹3 લાખની કિંમતના આ જોખમી જથ્થાને સ્થળ પર જ સીઝ કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો. લાયસન્સ વિના પ્લાસ્ટિકના ઝબલામાં સંગ્રહાયેલો જથ્થો મળ્યો રાજકોટ મનપાની ફૂડ શાખાની ટીમ દ્વારા મોચીબજારમાં ફિશ માર્કેટ પાસે આવેલી પેઢીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ‘એસ. એસ. ફ્રેશ ચિકન’માંથી 1100 કિલો અને ‘અલી ફ્રેશ ચિકન’માંથી 400 કિલો મળીને કુલ 1500 કિલો બિનઆરોગ્યપ્રદ પેકેજ્ડ ચિકનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર જથ્થો સાવ ગંદકીભર્યા અને અનહાઇજેનિક વાતાવરણમાં માત્ર પ્લાસ્ટિકના ઝબલામાં પેક કરીને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ સામે આવી હતી કે, બંને પેઢીના સંચાલકો પાસે ફૂડ સેફ્ટીનું કોઈ માન્ય લાયસન્સ કે સત્તાવાર પરવાનગી નહોતી, તેમજ આ ચિકન ક્યાંથી લવાયું હતું તે અંગેનો પણ કોઈ સોર્સિંગ પુરાવો રજૂ કરી શક્યા નહોતા. ઝાડા-ઉલટી અને આંતરડાના ગંભીર રોગોનું જોખમ કાર્યવાહી અંગે માહિતી આપતાં આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા આ ચિકન પર ઉત્પાદન તારીખ કે અન્ય કોઈ લેબલિંગ નહોતું. જામનગરમાં તાજેતરમાં બિરિયાની ખાવાથી લોકો બીમાર પડ્યા હતા તેવી જ રીતે આવું અનહાઇજેનિક ચિકન ખાવાથી નાગરિકોમાં પેટ-આંતરડાના રોગો, ગંભીર ઇન્ફેક્શન અને ઝાડા-ઉલટીનો આઉટબ્રેક થવાની 100 ટકા શક્યતા રહે છે. આરોગ્ય માટે જોખમી એવા આ ₹3 લાખની કિંમતના જથ્થાને મનપાની સોલિડ વેસ્ટ વિભાગની ટીપરવાન મારફતે તાત્કાલિક ડમ્પિંગ સાઇટ પર મોકલી નિકાલ કરાયો છે. આ સાથે નિયમભંગ બદલ બંને વેપારીઓને કડક નોટિસ ફટકારી વહીવટી દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સસ્તાના ચક્કરમાં આરોગ્ય જોખમમાં ન મૂકવા અપીલ આરોગ્ય વિભાગે શહેરીજનોને સાવચેત રહેવા અપીલ કરતાં જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારનું નોનવેજ કે ચિકનની વાનગીઓ ખરીદતાં પહેલાં તેનું પેકેજિંગ, ઉત્પાદન તારીખ અને હાઇજિનનું સ્તર ખાસ તપાસવું જોઈએ. બજારમાં લાયસન્સ વિના વેચાતું ચિકન કદાચ સસ્તું હોઈ શકે છે, પરંતુ તે જીવલેણ બીમારીઓને આમંત્રણ આપવા સમાન છે. હંમેશા FSSAIનું સત્તાવાર લાયસન્સ ધરાવતી પ્રમાણિત દુકાનો પરથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો હિતાવહ છે, જેથી પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    બટાકા-ડુંગળીના ભાવ વધ્યા, ચાંદીના દાગીના સસ્તા થયા:છૂટક મોંઘવારી સતત 11મા મહિને વધી, સપ્ટેમ્બરમાં વધીને 5.54% પર પહોંચી
    Next Article
    આજથી ભાવનગર કલેક્ટર કચેરી નવા સરનામે વિદ્યાનગર ખસેડાઈ:₹ 33 કરોડના ખર્ચે નિર્મિત 'જિલ્લા સેવા સદન' કાર્યાન્વિત, હવે તમામ મહેસૂલી સેવાઓ એક જ સંકુલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment