Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારંજમાં મકાન ભાડે આપવાનું કહી ₹ 2.36 લાખની છેતરપિંડી:શાહીબાગમાં વર્ક ફ્રોમ હોમ-ટ્રેડિંગના નામે યુવતી સાથે ₹ 1.55 લાખ પડાવી લીધા, બંને કિસ્સામાં પોલીસ ફરિયાદ

    11 hours ago

    શહેરમાં કારંજ અને શાહીબાગમાં છેતરપિંડીના બે બનાવ સામે આવ્યા છે. જેમાં કારંજમાં મકાન ભાડે આપવાનું કહીને મકાન માલિકે વેપારી પાસેથી ડિપોઝીટ સહિતના ₹ 2.36 લાખ લઈ ને પરત ન આપી ઠગાઈ કરી છે. ત્યારે શાહીબાગમાં ગઠિયાઓએ વર્ક ફ્રોમ હોમ અને ટ્રેડિંગમાં નફાની લાલચ આપી યુવતી પાસેથી ₹ 1.55 લાખ પડાવ્યા છે. મકાનના ભાડે આપવાનું કહી 2.36 લાખ પડાવ્યા ​લાલ દરવાજા કારંજ પાસે એન.કે. પરફ્યુમ નામથી લારી ચલાવી વેપાર કરતા 28 વર્ષીય રીયાજખાન નવાબખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર-પાંચ મહિના પહેલાં તેમણે બ્રોકર ફારૂકભાઈ મારફતે મોહમદ ખાન ઉસ્માનખાન પઠાણનું મકાન ભાડે લેવાની વાત થઈ હતી. મકાન માલિક મોહમદ ખાને ₹ 3 હજાર મહિને ભાડું અને ₹ 3 લાખ ડિપોઝિટની માંગણી કરી હતી. રીયાજખાને મકાન ભાડે રાખવાનું નક્કી કરી 15 જૂને ડિપોઝિટ પેટે ₹ 85 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને બ્રોકર ફારૂકભાઈની હાજરીમાં ₹ 1.50 લાખ રોકડા મળીને કુલ ₹ 2.36 લાખ મકાન માલિક મોહમદ ખાનને આપ્યા હતા. મકાન માલિકે પૈસા પરત ન આપતા ફરિયાદ નોંધાવી પૈસા આપ્યા બાદ જ્યારે રીયાજખાન મકાનમાં રહેવા જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મકાન માલિક મોહમદ ખાને એવું બહાનું બતાવ્યું હતું કે તેનો દિકરો અમેરિકાથી આવી રહ્યો છે અને તેને રહેવા માટે આ મકાનની જરૂર છે. તેથી મકાન ભાડે આપી શકાય તેમ નથી. રીયાજખાને પોતાની ડિપોઝિટની રકમ પરત માગતા, મકાન માલિકે સગવડ થશે એટલે પૈસા આપી દઈશ તેમ કહી સમય વિતાવવાનું શરૂ કર્યું હતું. લાંબો સમય વીતી જવા છતાં અને અવારનવાર રજૂઆતો કરવા છતાં મકાન માલિકે રૂપિયા પરત ન આપીને ઠગાઈ કરી હતી. આખરે કંટાળીને રીયાજખાન પઠાણે કારંજ પોલીસ સ્ટેશનમાં મોહમદ ખાન ઉસ્માનખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઈન્સ્ટામાં હેન્ડ રાઇટિંગવર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ હતી શાહીબાગ ચંદ્રમણી હોસ્પિટલ પાસે રહેતા 20 વર્ષીય આશા ભલસાણી ઓક્ટોબરમાં મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. ત્યારે અજાણી આઈડી પર હેન્ડ રાઇટિંગવર્ક ફ્રોમ હોમની જાહેરાત જોઈ તેમણે સંપર્ક કર્યો હતો. બાદમાં ગઠિયાએ પોતાની ઓળખ રોસ્મિયાતી કંપનીના મેનેજર અંકિત શર્મા તરીકે આપી પ્રોજેક્ટ આપવાના બહાને સિક્યોરિટી ફી, ડિલિવરી ચાર્જ, જીએસટી ચાર્જ અને રિફંડ પ્રક્રિયાના નામે ટુકડે-ટુકડે ક્યુઆર કોડ મારફતે ₹ 49 હજાર પડાવી લીધા હતા. ​ એકાઉન્ટ ચાર્જના નામે 1.06 લાખ ટ્રાન્સફર કરી દીધા બીજી તરફ, 7 ઓક્ટોબરે યુવતીએ ઇન્સ્ટાગ્રામના અન્ય આઈડી પર જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો. તેમાં સામેવાળા શખસે પોતાની ઓળખ ઇન્ટ્રાડે ટ્રેડિંગ લાઈવ કંપનીના માર્કેટિંગ મેનેજર મહેન્દ્રસિંઘ તરીકે આપી હતી. તેણે શરૂઆતમાં ₹999 ના રોકાણ સામે ₹ 17 હજારનો નફો આપવાની લાલચ આપી હતી. બાદમાં 429 ડોલરનો નફો બતાવી તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવાનો ચાર્જ, જીએસટી, વોલેટ એકાઉન્ટ એક્ટિવ કરવાનો ચાર્જ તથા હોલ્ડિંગ ચાર્જના નામે તબક્કાવાર ₹ 1.06 લાખ પડાવી લીધા હતા. વધુ નાણાંની માગણી થતાં યુવતીને શંકા ગઈ હતી અને તેમણે પરિવારને જાણ કરી હતી. આ મામલે શાહીબાગ પોલીસે બંને ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં BLO કામગીરીના ધરપકડ વોરંટથી શિક્ષકની તબિયત લથડી:હોસ્પિટલમાં દાખલ કરાયા; શિક્ષક સંઘે રાજ્યવ્યાપી ધરણાંની ચીમકી ઉચ્ચારી
    Next Article
    મોડાસામાં દિવ્યાંગ બાળકોનો નાટ્ય મહોત્સવ:સમગ્ર શિક્ષા અરવલ્લીએ યોજ્યો કાર્યક્રમ, સમાવેશી શિક્ષણનો સંદેશ ગુંજ્યો; શ્રેષ્ઠ કૃતિ મુંબઈ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment