Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં દિવ્યાંગ બાળકોનો નાટ્ય મહોત્સવ:સમગ્ર શિક્ષા અરવલ્લીએ યોજ્યો કાર્યક્રમ, સમાવેશી શિક્ષણનો સંદેશ ગુંજ્યો; શ્રેષ્ઠ કૃતિ મુંબઈ જશે

    10 hours ago

    મોડાસાના DIET ભવન ખાતે સમગ્ર શિક્ષા અરવલ્લી દ્વારા રાષ્ટ્રીય સમાવેશી નાટ્ય મહોત્સવની ઝોન કક્ષાની ઉજવણી કરાઈ. દિવ્યાંગ બાળકોની પ્રતિભા અને સમાવેશી શિક્ષણને પ્રોત્સાહન આપવા આ મહોત્સવ યોજાયો. કાર્યક્રમમાં કબીરપંથના વડા મહંત બાલકદાસજી મહારાજ અને સામાજિક અગ્રણી નિલેશ જોષી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. દાહોદ અને બનાસકાંઠા જિલ્લાના IED કો-ઓર્ડિનેટર પણ ઉપસ્થિત હતા. બાળકોએ નાટકો દ્વારા સામાજિક સંદેશા આપ્યા. પાટણ જિલ્લાની ‘અંધેરી નગરી ગંડુ રાજા’ અને ‘મોબાઇલની માયાજાળ’ જેવી કૃતિઓએ ધ્યાન ખેંચ્યું. આ નાટકોથી બાળકોને અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ બતાવવાની તક મળી. મહંત બાલકદાસજી અને નિલેશ જોષીએ દિવ્યાંગ બાળકોની પ્રતિભા વખાણી. તેમણે કહ્યું કે દિવ્યાંગતા કોઈની ક્ષમતામાં અડચણ ન બનવી જોઈએ. ઝોન કક્ષામાંથી પસંદ થનારી શ્રેષ્ઠ કૃતિને મુંબઈમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
    Click here to Read More
    Previous Article
    કારંજમાં મકાન ભાડે આપવાનું કહી ₹ 2.36 લાખની છેતરપિંડી:શાહીબાગમાં વર્ક ફ્રોમ હોમ-ટ્રેડિંગના નામે યુવતી સાથે ₹ 1.55 લાખ પડાવી લીધા, બંને કિસ્સામાં પોલીસ ફરિયાદ
    Next Article
    'Legal Profession Is Not For Faint Of Heart': Chief Justice To Law Graduates

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment