Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં BLO કામગીરીના ધરપકડ વોરંટથી શિક્ષકની તબિયત લથડી:હોસ્પિટલમાં દાખલ કરાયા; શિક્ષક સંઘે રાજ્યવ્યાપી ધરણાંની ચીમકી ઉચ્ચારી

    11 hours ago

    ગોધરામાં BLO કામગીરીના ધરપકડ વોરંટથી એક શિક્ષકની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના બાદ પ્રાથમિક શિક્ષક મહાસંઘે રાજ્યભરમાં ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગોધરા તાલુકાની વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક મણીલાલ કાળુભાઈ વાઘડીયા સામે મતદારયાદી સુધારણા કામગીરીને લઈને પ્રાંત અધિકારીએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. વોરંટ મળતા શિક્ષક તણાવમાં આવી ગયા હતા. વોરંટ બાદ શિક્ષક પોલીસ સ્ટેશન હાજર થયા હતા. તેમને પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરાયા ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડ્યા. તેમને તરત જ ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા. આ ઘટનાથી પ્રાથમિક શિક્ષક મહાસંઘમાં નારાજગી છે. સંઘના હોદ્દેદારોને પ્રાંત અધિકારીએ મળવાનો ઇનકાર કરતા, તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સંઘે ચીમકી આપી છે કે જો તેમની વાત નહીં મનાય, તો રાજ્યભરમાં ધરણાં કરાશે.
    Click here to Read More
    Previous Article
    Bhavina Patel Continues Winning Run At Asian Para Games
    Next Article
    કારંજમાં મકાન ભાડે આપવાનું કહી ₹ 2.36 લાખની છેતરપિંડી:શાહીબાગમાં વર્ક ફ્રોમ હોમ-ટ્રેડિંગના નામે યુવતી સાથે ₹ 1.55 લાખ પડાવી લીધા, બંને કિસ્સામાં પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment