Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડી નજીક કમાન્ડર જીપમાંથી દારૂ ઝડપાયો:₹ 2.02 લાખનો વિદેશી દારૂ, ચાલકની ધરપકડ

    14 hours ago

    પોશીનાના વલસાડી ગામ નજીકથી પોલીસે એક કમાન્ડર જીપમાંથી રૂ. 2.02 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં જીપ ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ 936 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ. 2,02,080 આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી નંબર પ્લેટ વગરની મહિન્દ્રા કમાન્ડર જીપ પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 1,50,000 છે. આમ, કુલ રૂ. 3,52,080 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે લોકરક્ષક દીપકકુમારને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, રાજસ્થાનના વેરાકાતરા ગામથી એક કમાન્ડર જીપમાં વિદેશી દારૂ અને બિયર લાવવામાં આવી રહ્યા હોવાની માહિતી હતી. આ માહિતીના આધારે વલસાડી ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન, પોલીસે લક્ષ્મણભાઈ ધર્માભાઈ પરમાર (ઉં.વ. 20, રહે. બેડી, ખૂણાદરી ફળો, તા. પોશીના, જિ. સાબરકાંઠા) ને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચુંટણી ટાણે CM સુરતમાં DyCM રાજકોટમા:અમદાવાદમાં ભાજપ નેતાઓનો વિરોધ, કોંગ્રેસે લીધો AI રીલનો સહારો, ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ 15 કામદારો દાઝ્યા
    Next Article
    વેરાવળ રાજકારણમાં ભૂકંપ, કોંગ્રેસના બે ઉમેદવારોએ ભાજપને ખેસ ધારણ કર્યો:ચૂંટણી પહેલા જ પક્ષપલટાથી રાજકીય માહોલ ગરમાયો,કોંગ્રેસનો પ્રહાર: “લોકશાહી તોડવાનો પ્રયાસ”

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment