Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રાજકારણમાં ભૂકંપ, કોંગ્રેસના બે ઉમેદવારોએ ભાજપને ખેસ ધારણ કર્યો:ચૂંટણી પહેલા જ પક્ષપલટાથી રાજકીય માહોલ ગરમાયો,કોંગ્રેસનો પ્રહાર: “લોકશાહી તોડવાનો પ્રયાસ”

    16 hours ago

    વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, જેમાં વોર્ડ નંબર 1 ના ઉમેદવાર પ્રીતિબેન ધનેશા અને વોર્ડ નંબર 7 ના ઉમેદવાર અનિલાબેન પોરિયાએ અચાનક પક્ષપલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમારે બન્ને ઉમેદવારોને સન્માનપૂર્વક ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના બે ઉમેદવારોના પક્ષપલટાથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 1 માં ભાજપનો બિનહરીફ વિજય થયો છે. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર બાલુ મેરામણ ઘાટીયાએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર પ્રહલાદ શામળા બિનહરીફ જાહેર થયા હતા. પ્રીતિબેન ધનેશાના પક્ષ છોડ્યા બાદ હવે આ વોર્ડમાં કોંગ્રેસ માટે માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં છે. આમ, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોના બહાર નીકળી જવાથી પાર્ટી માટે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. ભાજપમાં જોડાયેલા બન્ને ઉમેદવારોએ જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી નીતિથી પ્રેરાઈને આ નિર્ણય લીધો છે. બીજી તરફ, કોંગ્રેસ શહેર પ્રમુખ દિપક ખોરાબાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ પોતાની સંભવિત હારને જોઈને લોકશાહી વિરુદ્ધ કામ કરી રહી છે અને ઉમેદવારોને તોડવાની નીતિ અપનાવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વેરાવળના જાગૃત મતદારો ભાજપને યોગ્ય જવાબ આપશે. વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા ઉભી થયેલી આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે પડકારરૂપ બની રહી છે, જ્યારે ભાજપ માટે આ રાજકીય રીતે મજબૂતી દર્શાવતું પગલું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ પક્ષપલટાનો મતદારો પર કેટલો પ્રભાવ પડે છે અને ચૂંટણી પરિણામોમાં કઈ પાર્ટી સફળતા મેળવે છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડી નજીક કમાન્ડર જીપમાંથી દારૂ ઝડપાયો:₹ 2.02 લાખનો વિદેશી દારૂ, ચાલકની ધરપકડ
    Next Article
    Jayrajsinh Jadeja ના વિરોધીઓ પર આકરા પ્રહાર | Gondal | Rajkot | BJP | Sthanik Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment