Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં ₹ 1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ:પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 87 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી, ખેરવા અને ગેડીયા ગામમાં પીજીવીસીએલ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ રૂ. 1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. વીજ ચોરી અટકાવવા માટે પીજીવીસીએલની 37 ટીમોએ પોલીસ વિભાગ સાથે મળીને એકસાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કુલ 612 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 87 ઘરવપરાશના અને 2 કોમર્શિયલ કનેક્શન સહિત કુલ 89 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. 56 ઘરોમાં વીજમીટર વગર જ સીધા લંગરિયા નાખીને એસી, ઇલેક્ટ્રિક સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીના ભાગરૂપે કુલ રૂ. 1.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલી મોટી રકમના દંડને કારણે વીજ ચોરી કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ, ધ્રાંગધ્રા ડિવાયએસપી જે.ડી. પુરોહિત, ડિવાયએસપી વેદિકા બિહાની, કરણ પન્ન અને પીજીવીસીએલના એન.એન. અમીન સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન અનેક વીજ ચોરી કરનારાઓ ગામ છોડીને ભાગી છૂટ્યા હોવાના અહેવાલ છે. પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એકસાથે ફટકારવામાં આવ્યો છે. પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી પ્રામાણિક ગ્રાહકોને કોઈ અન્યાય ન થાય.
    Click here to Read More
    Previous Article
    ગૂગલ પર સર્ફ કરીને શેરબજારમાં પૈસા રોક્યા ને છેતરાયા:મણીનગરના 73 વર્ષીય વૃદ્ધને સાયબર ઠગે નફાની લાલચ આપી 61.95 લાખ પડાવ્યા
    Next Article
    ગાંધીનગરના ફિરોજપુરની 'શિલ્પ સેન્ટ્રીકા' સાઇટ પર દુર્ઘટના:નિર્માણાધિન સાઇટના પાંચમા માળે બેરીકેટીંગના અભાવે મેનેજરનું નીચે પટકાતા મોત, સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment