Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ફિરોજપુરની 'શિલ્પ સેન્ટ્રીકા' સાઇટ પર દુર્ઘટના:નિર્માણાધિન સાઇટના પાંચમા માળે બેરીકેટીંગના અભાવે મેનેજરનું નીચે પટકાતા મોત, સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ફરિયાદ

    15 hours ago

    ગાંધીનગરના ફિરોજપુર ગામની સીમમાં આવેલી શિલ્પ સેન્ટ્રીકા બિલ્ડિંગની નિર્માણાધીન સાઇટના પાંચમાં માળેથી 30 જાન્યુઆરીના રોજ નીચે પટકાવાથી મોત 32 વર્ષીય મેનેજરનું મોત નિપજ્યું હતું. આ મામલાની તપાસમાં નિર્માણાધીન સાઇટ પર સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડ્યા હોવાના પગલે મૃતકના વકીલ પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે સાઇટ સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાંચમા માળેથી પટકાતા મેનેજરનું મોત નિપજ્યું હતું ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસેના ફિરોજપુર ગામની સીમમાં આવેલી શિલ્પ સેન્ટ્રીકા બિલ્ડિંગની નિર્માણાધીન સાઇટ ખાતે ક્લિમાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પેસિફિકેશન મેનેજર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય દેવપ્રકાશ શર્મા પાંચમા માળેથી નીચે પટકાતા તેમનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત થયું છે. આ મામલે મૃતકના પિતા અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વકીલ શિવદુલાર હરગોવિંદ શર્માએ ડભોડા પોલીસ મથકે સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગંભીર બેદરકારીની ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ગાંધીનગરમાં સ્થાયી થયેલા દેવપ્રકાશ શર્મા ગત 30 જાન્યુઆરીના રોજ બપોરે ફિરોજપુર ખાતેની શિલ્પ સેન્ટ્રીકા સાઇટ પર બિલ્ડિંગના કાંચ લગાડવા માટેના એન્કર ફાસનર ચેક કરવા માટે પાંચમા માળે ગયા હતા. બેરિકેટિંગના અભાવે અકસ્માત સર્જાયો આ દરમિયાન પાંચમા માળે ગાર્બેજ નિકાલ કરવા માટે બનાવેલી ખુલ્લી જગ્યા પાસે કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ કે બેરીકેટીંગ ન હોવાથી અંધારામાં સંતુલન ગુમાવતા દેવપ્રકાશ સીધા બીજા માળે પટકાયા હતા. તેમને માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે મૃતકના પિતા અને પરિવારજનોએ ઘટનાસ્થળની મુલાકાત લેતા જે જગ્યાએથી દેવપ્રકાશ નીચે પટકાયો હતો ત્યાં અકસ્માત બાદ પાઇપો અને લાકડાના પાટિયા વડે બેરીકેટીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે કંપનીના જ માણસોએ સ્વીકાર્યું હતું કે અકસ્માત સમયે ત્યાં કોઈ સુરક્ષા સાધનો ન હતા. ત્યારે પોલીસ તપાસમાં પણ એસએચસી પ્રોજેક્ટ પ્રા.લી.ના સેફ્ટી ઓફિસર દિનેશ શ્રી સ્વામીનાથ વર્માએ પોતાની જવાબદારીમાં ઘોર નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવ્યું હતું. જો ગાર્બેજ નિકાલની જગ્યાને અગાઉથી કોર્ડન કરવામાં આવી હોત તો આ જીવલેણ અકસ્માત ટાળી શકાયો હોત. મલ્ટીપલ ઈન્જરીના કારણે મેનેજરનું મોત નિપજ્યું હતું પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, ઊંચાઈ પરથી પટકાવાને કારણે યુવાનને મલ્ટીપલ ઇન્જરી અને હેમરેજ થયું હતું, જે તેના મોતનું મુખ્ય કારણ બન્યું હતું. મૃતક છેલ્લા દસ માસથી આ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. ડભોડા પોલીસે હાલમાં મૃતકના પિતાના નિવેદનના આધારે સેફ્ટી ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો અને એન્જિનિયરોની સુરક્ષા માટેના માપદંડોનું પાલન કેમ નહોતું કરવામાં આવ્યું તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં ₹ 1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ:પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 87 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ
    Next Article
    IG રાજેન્દ્ર અંસારીએ સંભાળ્યો ચાર્જ:ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત, સાળંગપુર હનુમાનજી અને રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment