Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેંજ IG ટીમે ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા:વિસાવદર બસ સ્ટેશન પાસેથી લાખોના ગાંજા સાથે સુરતના ત્રણ શખસ દબોચાયા

    11 hours ago

    જૂનાગઢમાં યુવાધન નશાના ખપરમાં હોમાઈ જાય તે પહેલા જ રેન્જ આઈજીની ટીમ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અગાઉ પણ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએથી નશાનો સામાન અને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે જૂનાગઢ રેન્જ આઈજીની ટીમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઇજીની ટીમ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરતના ત્રણ ઇસમો ગૌતમ ડાભી, રાજ ચન્દ્રેશ અને કરણ સોની—સુરત ખાતેથી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવા માટે મોડી રાત્રિના સમયે વિસાવદર બસ સ્ટેશન ખાતે આવનાર છે. પોલીસે બાતમીવાળી જગ્યાએથી ત્રણ ઇસમોને એન.ડી.પી.એસ.ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગાંજાના જથ્થા સાથે આ ત્રણ સુરતના શખસ ઝડપાયા આ કેસમાં પકડાયેલ આરોપીઓમાં રાજ ચન્દ્રેશભાઈ પરમાર,ઉ.વ. 26, જે સુરતના વરાછા હિરાબાગ પાસે રહે છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોઈકા ગામનો છે. કરન બજરંગી સોની ,ઉ.વ. 24 જેઓ સુરતના વરાછા ઘનશ્યામનગરમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના બનારસ મહારાજગંજ મુકતાપુરના છે. ગૌતમ ચેતનભાઈ ડાભી ઉ.વ. 26 જે સુરતના વરાછા હિરાબાગ પાસે વિશાલનગરમાં રહે છે અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુનાવઘાણીયાનો છે. આ ઉપરાંત સુરતના અશ્વિનીકુમાર રેલવે પાટા વિસ્તારમાં રહેતા 'દિપક' નામના ઇસમ તેમજ તપાસમાં ખુલે તે અન્ય આરોપીઓ હાજર નહીં મળી આવેલ છે. 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો આ રેડ દરમિયાન કુલ રૂ. 1,14,480/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1.680 કિ.ગ્રા. વનસ્પતિ જન્ય ગાંજો જેની કિંમત રૂ. 84,000/- છે, ગાંજો ખાલી કરેલ કોથળી, સેલોટેપ, બેગ, રૂ. 30,000/-ની કિંમતના 3 મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા 480/- નો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જૂનાગઢ રેન્જ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં અને નશાકારક પદાર્થોના ખરીદ-વેચાણ કે હેરાફેરી સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ કડકમાં કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    નારી ચોકડી ઓવરબ્રિજ પર બે કાર સામસામે ભટકાઈ:કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કઢાયા, હાઇ-વે પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસે હળવો કર્યો
    Next Article
    Ground Report । શહેર શહેર અકસ્માતોની વણઝાર | Accident | Lion | Junagadh | Rajkot | Gondal | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment