Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરતળાવ પાસેથી લાશ મળી:બોરતળાવના કાંઠે આવેલ પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી

    12 hours ago

    ભાવનગર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ આવેલ મિલ્ટ્રી સોસાયટીમાં રહેતા વૃદ્ધનો બોરતળાવના કાંઠે આવેલ ગણેશનગર પાછળ પાણી ભરેલા ખાડામાંથી મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડના જવાનોએ લાશને બહાર કાઢી બોરતળાવ પોલીસને હવાલે કરતા પોલીસે તપાસ હાથ ધરી છે, આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ચિત્રા પ્રેસક્વાર્ટર પાછળ મિલ્ટ્રીસોસાયટી પ્લોટ નંબર 210 માં રહેતા કિશોરસિંહ સુજાનસિંહ ઝાલા ઘરથી ગુમ થયા હોય દરમ્યાન પરીવારે કિશોરસિંહ ની શોધખોળ હાથ ધરી હતી, જેમાં કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી કે બોરતળાવનાં કાંઠે આવેલ ગણેશનગર પાછળ પાણી ભરેલા ખાડામાં અજાણ્યા શખ્સની લાશ પડી છે, જે માહિતી મળતાં ફાયરબ્રિગેડ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ લાશને ખાડામાંથી બહાર કાઢી લાશને પોલીસને હવાલે કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરતા મૃતક ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી હાલમાં પરીવાર સાથે નિવૃત્ત જીવન પસાર કરતા મિલ્ટ્રી સોસાયટીના કિશોરસિંહ સુજાનસિંહ ઝાલા હોવાનું ખુલવા પામ્યું હતું, મૃતકનાં શરીર પર કોઈ બાહ્ય ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા, આથી પોલીસે મૃતકનાં પરીવારને સ્થળ પર બોલાવી લાશનું પંચનામું કરી મોતનું કારણ જાણવા લાશને પીએમ માટે સર ટી હોસ્પિટલમાં મોકલી મૃતકનાં પરીવારના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    IG રાજેન્દ્ર અંસારીએ સંભાળ્યો ચાર્જ:ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત, સાળંગપુર હનુમાનજી અને રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કર્યા
    Next Article
    વડોદરા અને સુરતના બે કેસમાં વોન્ટેડ હતો:સુરતમાં આધેડને 40 લાખ રૂપિયા આપ્યા બાદ 1.85 કરોડ રૂપિયા પડાવ્યા બાદ પણ ધાક ધમકી આપવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment