Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા અને સુરતના બે કેસમાં વોન્ટેડ હતો:સુરતમાં આધેડને 40 લાખ રૂપિયા આપ્યા બાદ 1.85 કરોડ રૂપિયા પડાવ્યા બાદ પણ ધાક ધમકી આપવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો

    11 hours ago

    સુરતમાં આધેડે લીધેલ 40 લાખ રૂપિયા સામે ઉંચા વ્યાજથી રૂ. 1.85 કરોડ માતબર રકમ પડાવી લઈને વધુ રૂપીયા માટે ધમકી આપવાના ગુનામાં અને વડોદરામાં મારામારી કરવાના મળી 2 ગુનાના નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી.જાડેજા તથા પીઆઇ એચ.ડી.તુવર નાઓની દોરવણી હેઠળ પીએસઆઈ બી.વી.ગોહીલની ટીમના માણસો મિલ્કત સંબધી જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પેટ્રોલીંગ દરમિયાન માહીતી આધારે મકરપુરા એરફોર્સ રોડ હવેલી પાછળ શિવમ ફલેટ પાસેથી ઇસમ નામે આલાભાઇ ઉર્ફે લાખાભાઈ ભીમભાઇ જલુ (રહે. મહાવીરપાર્ક એ-2, શાંતીકુંજની બાજુમાં મકરપુરા રોડ વડોદરા મૂળ રહે. મગરવાડા ગામ તા.કેશોદ જી.જુનાગઢ રહે.શિવમ ફલેટ, હવેલી પાછળ, એરફોર્સ રોડ મકરપુરા વડોદરા)ને શોધી કાઢ્યો હતો. આ ઇસમની પ્રાથમીક પુછપરછમાં વર્ષ 2024માં ફરીયાદીએ લીધેલ ઉછીના રૂપીયા સામે વધુ વ્યાજ સહીત મોટી રકમ બળજબરીથી કઢાવવા અંગે સુરત શહેરના ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો છે અને વર્ષ 2025માં વડોદરા શહેરમાં મારામારી કરી નુકસાન કરવા અંગેના માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ છે. આ આરોપી ધરપકડ ટાળવા ફરાર થઇ ગયો હતો. પકડાયેલા આરોપીનું નામ આલાભાઇ ઉર્ફે લાખાભાઈ ભીમભાઇ જલુ રહે. મહાવીરપાર્ક (રહે. એ-2,શાંતીકુંજની બાજુમાં મકરપુરા રોડ વડોદરા મૂળ રહે. મગરવાડા ગામ તા.કેશોદ જી.જુનાગઢ રહે.શિવમ ફલેટ, એરફોર્સ રોડ મકરપુરા વડોદરા) પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ આરોપી આલાભાઇ જલુ સામે અગાઉ વર્ષ 2016માં કરેલ મારામારી અંગે નોંધાયેલ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલ છે.
    Click here to Read More
    Previous Article
    બોરતળાવ પાસેથી લાશ મળી:બોરતળાવના કાંઠે આવેલ પાણી ભરેલા ખાડામાંથી EX આર્મીમેનની લાશ મળી
    Next Article
    અમરેલી યાર્ડમાં ધાણાની બમ્પર આવક:4 દિવસથી 3 કિમી લાંબી વાહનોની કતાર, 40 હજાર મણ ધાણાની દૈનિક આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment