Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી યાર્ડમાં ધાણાની બમ્પર આવક:4 દિવસથી 3 કિમી લાંબી વાહનોની કતાર, 40 હજાર મણ ધાણાની દૈનિક આવક

    10 hours ago

    અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક નોંધાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી યાર્ડની બહાર હાઈવે પર ખેડૂતોના વાહનોની ત્રણ કિલોમીટરથી વધુ લાંબી કતારો જોવા મળી રહી છે. દૈનિક 40 થી 45 હજાર મણ ધાણાની આવક થતાં યાર્ડમાં ભારે ભીડ અને દોડધામ મચી છે. અમરેલી જિલ્લાનું આ સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હોવાથી, અમરેલી અને આસપાસના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાના ધાણા વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને અહીં ધાણાના પ્રતિ મણ રૂ. 2000 થી રૂ. 3000 સુધીના સારા ભાવ મળી રહ્યા છે, જે આકર્ષણનું મુખ્ય કારણ છે. સારા ભાવને કારણે યાર્ડમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રેક્ટર, ટ્રક અને બોલેરો જેવા વાહનોની લાંબી કતારોને કારણે ખેડૂતોને પોતાના વારાની રાહ જોવામાં લાંબો સમય લાગી રહ્યો છે. યાર્ડની અંદર પણ દિવસભર ખરીદી અને વેચાણની પ્રક્રિયામાં ભારે ગતિવિધિ જોવા મળે છે. ચિતલથી આવેલા ખેડૂત વિનુભાઈ સોરઠીયાએ જણાવ્યું કે, તેઓ વહેલી સવારના ચાર વાગ્યાથી ધાણા લઈને આવ્યા છે અને ગેટ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે APMC દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ જેવી કે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થાની પ્રશંસા કરી. તેમને અહીં રૂ. 2000 થી રૂ. 2700 સુધીના ભાવ મળવાની અપેક્ષા છે. અરડોઈ પંચ દેવળિયાથી આવેલા ખેડૂત ગોવર્ધનભાઈ વામજાએ જણાવ્યું કે તેઓ બે વાહન લઈને ધાણા વેચવા આવ્યા છે. તેમને પ્રતિ મણ રૂ. 2200 થી રૂ. 2300 સુધીના ભાવ મળ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભાવ ખૂબ સારા નથી, પરંતુ અન્ય યાર્ડની સરખામણીમાં અહીં સંતોષકારક છે. તેમને બે દિવસ રાહ જોયા બાદ આજે વારો મળ્યો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી તુષાર અપાણીએ જણાવ્યુ કે, ‘અંદર હાલમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. રોજની 40 થી45 હજાર મણ જેવું દરોજ વેચાણ થાય છે અને ખેડૂતોને 2000 થી લઈને 3000 જેવા સારા એવા ભાવ મળી રહ્યા છે.અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ, પરંતુ એકસાથે પાક આવેલો હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ છે એ બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે. જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો લગભગ 2-3કિલોમીટર, 4 કિલોમીટર જેવી લાંબી લાઇનો થઈ છે, એને પછી અંદર સમાવેશ કરી લઈશું અને બહાર ઉભેલા વાહનો છે એને અમે જરૂર પડે પીવાના પાણી તથા નાસ્તાની અને એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે.અને જિલ્લાની અંદર, આપણા અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકા તેમજ આજુબાજુના જિલ્લામાંથી પણ અત્યારે ધાણાના સારા એવા ભાવ મળતા હોય એટલે ખેડૂતો વેચાણ અર્થે અહીં અમરેલી માર્કેટ યાર્ડની અંદર આવે છે અને ભાવ પણ સારા એવા મળે છે.’
    Click here to Read More
    Previous Article
    વડોદરા અને સુરતના બે કેસમાં વોન્ટેડ હતો:સુરતમાં આધેડને 40 લાખ રૂપિયા આપ્યા બાદ 1.85 કરોડ રૂપિયા પડાવ્યા બાદ પણ ધાક ધમકી આપવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો
    Next Article
    Live Updates: Kuwait Airport Attacked Amid Iran's Campaign In The Gulf

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment