Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૂગલ પર સર્ફ કરીને શેરબજારમાં પૈસા રોક્યા ને છેતરાયા:મણીનગરના 73 વર્ષીય વૃદ્ધને સાયબર ઠગે નફાની લાલચ આપી 61.95 લાખ પડાવ્યા

    12 hours ago

    સાયબર ગઠિયાઓ રોજ અલગ અલગ બહાના હેઠળ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવે છે ત્યારે શહેરના એક વૃદ્ધને શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા છે. વૃદ્ધ પાસેથી 63.05 લાખ રૂપિયા લઈને 1.10 લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના 61.95 લાખ પરત ન આપતા વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ગુગલ પર શેરબજારના રોકાણની જાહેરાત જોઈને રોકાણ માટે લલચાયા મણીનગરમાં રહેતા 13 વર્ષીય વૃદ્ધ ખાનગી કંપનીમાંથી પ્રોડક્શન મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા.વૃદ્ધ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા હતા. 17 નવેમ્બર, 2025ના રોજ તેઓ ગુગલ પર સર્ફ કરી રહ્યા હતા ત્યારે શેરબજારના રોકાણની જાહેરાત તેમણે જોઈ હતી. જે બાદ તેઓ ગ્રુપમાં એડ થયા હતા. ગ્રુપમાં અન્ય લોકો સારો નફો થયો હોય તેના સ્ક્રીનશોટ મોકલતા હતા. જેથી, વૃદ્ધને વિશ્વાસ આવી ગયો હતો જેમાં તેમને રોકાણ કરવું હોવાથી તેમણે કંપનીમાં સંપર્ક કર્યો ત્યારે તેમને લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ખોલીને વૃદ્ધે તેમાં તેમની તમામ વિગતો ભરી હતી. વૃદ્ધે સાયબર ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ વૃદ્ધે શરૂઆતમાં રોકાણ કર્યું જેમાંથી તેમણે 1.10 લાખ રૂપિયા ઉપાડ્યા પણ હતા.જે બાદ વધુ રોકાણ માટે પણ વાતચીત કરીને એપ્લિકેશનમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 63 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. કુલ રકમમાંથી તેમણે 1.10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા જ્યારે બાકીના 61.95 લાખ રૂપિયા ઉપાડ્યા નહતા.જે પૈસા તેમને પરત માગ્યા તો તેમને આપવામાં આવ્યા ન હતા.વૃદ્ધને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી જેથી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    "નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ":વિપક્ષનો વિરોધ, LPG સંકટ પર પેટ્રોલિયમ મંત્રી જવાબ આપશે; રાહુલે કહ્યું હતું- મોટી મુશ્કેલી આવી રહી છે
    Next Article
    પાટડીમાં ₹ 1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ:પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 87 કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment