Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે ઈ-ટિકિટના કાળાબજારીના નેટવર્કનો પર્દાફાશ:ઉધનામાં RPFએ એક શખસને રંગેહાથ ઝડપ્યો, પર્સનલ IRCTC આઈડી અને સ્માર્ટફોન જપ્ત

    9 hours ago

    રેલવે પ્રવાસીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કન્ફર્મ ઈ-ટિકિટોના કાળાબજારી કરતા તત્વો સામે રેલવે સુરક્ષા દળે લાલ આંખ કરી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે રેલવેની ઈ-ટિકિટો ઊંચા ભાવે વેચીને ગેરકાયદે કમાણી કરનારા એક શાતિર યુવકને RPFની ટીમે ચોક્કસ બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી હજારો રૂપિયાની કિંમતની ટિકિટોનો જથ્થો અને ગુનામાં વપરાયેલા સાધનો રિકવર કરવામાં આવ્યા છે. બાતમીના આધારે RPFનું ઓપરેશન મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં પર્સનલ આઈડીનો દુરુપયોગ કરીને રેલવે ટિકિટોનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ લિંક RPFને મળી હતી. જેના આધારે સુરક્ષા દળોએ વોચ ગોઠવીને પુષ્પાનગર, ભાટેના વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કરણ લાકડાવાળાને કસ્ટડીમાં લીધો હતો. RPFએ જ્યારે તેની અંગત ઝડતી અને તપાસ કરી ત્યારે રેલવે ટિકિટિંગના આ કાળા કારોબારના મોટા પુરાવાઓ હાથ લાગ્યા હતા. સ્માર્ટફોન અને પર્સનલ IRCTC આઈડી-પાસવર્ડની ચિઠ્ઠીઓ મળી સુરક્ષા દળોએ હાથ ધરેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન આરોપી કરણ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાતો સ્માર્ટફોન મળી આવ્યો હતો. એટલું જ નહીં, રેલવેના નિયમોને નેવે મૂકીને કાળાબજારી કરવા માટે જેનો ઉપયોગ થતો હતો તેવી પાંચ પર્સનલ IRCTC આઈડી અને તેના પાસવર્ડ લખેલી ચિઠ્ઠીઓ પણ સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી જપ્ત કરી લીધી છે. આરોપીના ફોનમાંથી 14 ટિકિટો મળી RPFની ટેકનિકલ તપાસ દરમિયાન આરોપીના જપ્ત કરાયેલા ફોનમાંથી મોટી સંખ્યામાં રેલવે ઈ-ટિકિટોનો હિસાબ મળી આવ્યો હતો. તપાસ એજન્સીઓને કુલ ₹75,185ની કિંમતની 14 ટિકિટો મળી આવી છે. પ્રવાસીઓની સફર હજી બાકી હોય તેવી ₹22,827ની કિંમતની 03 લાઈવ ટિકિટ મળી આવી હતી. અગાઉ મુસાફરી પૂર્ણ થઈ ચૂકી હોય તેવી ₹52,358ની કિંમતની 11 વપરાયેલી ટિકિટો મળી આવી હતી. RPFએ આ તમામ ટિકિટોનો હિસાબ મેળવીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. કોઈ લાઇસન્સ નહોતું, પ્રતિ મુસાફર 100થી 200 કમિશન વસૂલતો RPFની આકરી પૂછપરછ અને કાયદાકીય સકંજા સામે આરોપી કરણ લાકડાવાળા ભાંગી પડ્યો હતો અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. તેણે સ્વીકાર્યું હતું કે તેની પાસે રેલવે ટિકિટ બુકિંગ કે તેના વેચાણ માટે IRCTCનું કોઈ સત્તાવાર કે માન્ય એજન્ટ લાઈસન્સ નથી. તે પોતાની અંગત આઈડીનો કમર્શિયલ બિઝનેસ માટે ગેરકાયદે ઉપયોગ કરતો હતો. જરૂરિયાતમંદ અને ઇમરજન્સીમાં મુસાફરી કરવા માંગતા ગ્રાહકો પાસેથી તે ટિકિટની મૂળ કિંમત ઉપરાંત પ્રતિ મુસાફર દીઠ ₹100થી ₹200 જેટલું તગડું કમિશન વસૂલીને ટિકિટો બ્લેકમાં વેચતો હતો. રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી RPF આ નેટવર્કની વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    UPમાં બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી, મોત:યુટ્યુબ પર જોઈને પ્લાન કર્યો, 3 મહિનાની ગર્ભવતી હતી, હોસ્ટેલમાં છોડીને યુવક કાશીથી ફરાર થયો; ધરપકડ
    Next Article
    વાપીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:પોક્સો કોર્ટનો ચુકાદો; ઘેનની ગોળી પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યું, અશ્લીલ ફોટા-વીડિયો ઉતારી સગીરાને બ્લેકમેલ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment