Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો:UPમાં 3 વર્ષ કંપાઉન્ડરનું કામ કરી સુરતમાં પટેલ ક્લિનિક ખોલી બેસી ગયો, ઇન્જેક્શન, એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત

    19 hours ago

    સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા અને કોઈ પણ પ્રકારની માન્ય લાયકાત કે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. તારવાડી છાપરાભાઠા ખાતે પટેલ ક્લીનીક નામે દવાખાનું ચલાવતા આ નકલી ડૉક્ટર પાસેથી રૂ. 13,005ની એલોપેથિક દવાઓ તથા તબીબી સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. બાતમીના આધારે દરોડો પાડી નકલી ડૉક્ટરની ધરપકડ કરાઈ અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. વનાર તથા પી.આઈ. એસ.બી. વસાવાના માર્ગદર્શન હેઠળ છાપરાભાઠા ચોકીના પી.એસ.આઈ. એસ.એસ. જસાણી અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ચોકી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે તારવાડી છાપરાભાઠા ખાતે મારુતિધામ મંદિરની બાજુમાં આવેલ પટેલ ક્લીનીક પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી લાયકાત વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટર સુજીત લલ્લારામ પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં કંપાઉન્ડર તરીકે 3 વર્ષ કામ કર્યું હતું પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી સુજીત લલ્લારામ પટેલ (ઉં.વ. 47, રહે. 110 કાર્તિક નગર, છાપરાભાઠા, અમરોલી, મૂળ રહે. જોનપુર, યુ.પી.) અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી યુ.પી.ના જોનપુર જિલ્લામાં આવેલી ડૉ. ઈસ્લામ નામના હોસ્પિટલમાં 3 વર્ષ સુધી કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. તે અનુભવના આધારે સુરતમાં આવી છાપરાભાઠા ખાતે પટેલ ક્લીનીક નામનું બોર્ડ મારી પોતાની પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતો હતો. એલોપેથિક દવાઓ, સિરપ અને તબીબી સાધનો જપ્ત દવાખાનામાંથી પોલીસે રૂ. 13,005.98ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં એન્ટિબાયોટિક ટેબ્લેટ્સ, ઇન્જેક્શન્સ (Cefotroy-SB, Dextrose, Sodium Chloride), સિરપ, MTP કિટ (AB2 Kit), નોન-કોન્ટેક્ટ થર્મોમીટર, ડિજિટલ બીપી મશીન અને ઈન્ફ્યુઝન સેટ જેવા સાધનોનો સમાવેશ થાય છે. અમરોલી પોલીસે આરોપી સુજીત પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં અમરોલી પોલીસ ટીમ સાથે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડૉ. મહેન્દ્ર કે. પટેલ અને ફાર્માસિસ્ટ કૌશિકભાઈ પટેલ પણ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાગવત બોલ્યા- જેન-ઝી અમારી પેઢી કરતાં વધુ પ્રામાણિક-દેશભક્ત:આપણે તેમની વાત સમજવી જોઈએ, તેમની સાથે વાત ન થઈ ત્યારે જ તો આંદોલન થયું
    Next Article
    Inside The Kareena-Bipasha Slap Story: Why Bollywood 'Nepo Kids' Got A Free Pass In The 2000s

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment