Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં RPFએ 3 કેબલ ચોર ઝડપ્યા:‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ લાખોની રેલવે સંપત્તિ બચી

    3 days ago

    પશ્ચિમ રેલવેના ‘ઓપરેશન રેલ સુરક્ષા’ અભિયાન અંતર્ગત વાપી RPFએ બે અલગ-અલગ કાર્યવાહી કરીને રેલવે સિગ્નલ કેબલ ચોરીના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને કારણે લાખો રૂપિયાની રેલવે સંપત્તિનું નુકસાન અટકાવવામાં આવ્યું છે અને ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરાયો હતો. મળતી માહિતી અનુસાર, 15 એપ્રિલ 2026ની રાત્રે લગભગ 8:45 વાગ્યે વાપી અને ઉદવાડા સ્ટેશન વચ્ચે ટ્રેક સર્કિટ ફેલ થવાની જાણકારી મળી હતી. આથી RPF અને સિગ્નલ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સે સિગ્નલ કેબલ કાપીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. RPFએ ત્વરિત કાર્યવાહી કરીને 35 વર્ષીય ઉમેશ સહાની નામના આરોપીને ચોરાયેલી કેબલ સાથે રંગેહાથ પકડી પાડ્યો હતો. સિગ્નલ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અંદાજે ₹1.44 લાખનું નુકસાન થયું હતું. આ પહેલાં, 14 એપ્રિલે વાપી-કરમબેલી અને વાપી-ઉદવાડા સેક્શનમાં પણ ટ્રેક ફેલ થવાના કિસ્સા સામે આવ્યા હતા. કેબલ ચોરીની આ ઘટનાઓની તપાસ દરમિયાન RPFએ CPDS ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી ભીલખાડી વિસ્તારમાં જંગલ અને ઝાડીઓ વચ્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 22 વર્ષીય અમન પાંડે અને 20 વર્ષીય રોહિત નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલી કોપર કેબલ અને હેક્સા બ્લેડ પણ જપ્ત કરવામાં આવી હતી. સિગ્નલ વિભાગે તાત્કાલિક સમારકામ કરીને ટ્રેક પર ટ્રેન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. જોકે, આ ઘટનાઓને કારણે થોડા સમય માટે કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર પડી હતી. RPFની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેશ સહાની અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો આદતી ગુનેગાર છે. ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને સુરતની રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રેલવે તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ રેલવે સંપત્તિની સુરક્ષામાં સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તરત જ RPF હેલ્પલાઈન 139 પર જાણ કરે.
    Click here to Read More
    Previous Article
    જુનિયર એડિટર-8 વિજેતાઓનો મહેસાણામાં સન્માન સમારોહ:શહેર અને રાજ્ય સ્તરના વિદ્યાર્થીઓને ભેટ-પ્રમાણપત્રો અપાયા
    Next Article
    કરૂણાંતિકા:છાતીએ બાંધેલું દોરડું તૂટતા ટાંકામાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment