Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં કોંગ્રેસે ચૂંટણી પંચ સામે મોરચો મંડાયો:8 ઓક્ટોબરે કલેક્ટર કચેરી સુધી ઈન્ડિયા ગઠબંધનની વિરાટ હૂંકાર રેલી યોજાશે, મતાધિકાર પર તરાપ હવે નહીં સહેવાય

    8 hours ago

    સમગ્ર દેશમાં હાલ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને નાગરિકોના બંધારણીય મતાધિકારના રક્ષણને લઈને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચની કાર્યપ્રણાલી, કથિત વોટ ચોરીના આક્ષેપો અને મતદાર યાદીઓમાં અનિયમિતતાઓની જવાબદારી નક્કી કરવા તેમજ સંબંધિત અધિકારીઓના રાજીનામાની માંગ સાથે દેશભરમાં માર્ચ અને સભાઓ યોજાઈ રહી છે. આ દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે સુરત શહેરમાં પણ વિરોધનો સૂર બુલંદ કરવા માટે આગામી 8 ઓક્ટોબર, ગુરુવારના રોજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા એક વિશાળ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ રેલી 8 ઓક્ટોબરે સવારે 10:00 કલાકે શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરશે અને વિવિધ માર્ગો પરથી પસાર થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંપન્ન થશે. આ રેલીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સીપીઆઈ, એનસીપી, સીપીએમ સહિતના તમામ સાથી પક્ષોના આગેવાનો, કાર્યકરો તેમજ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવતા જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે કલેક્ટર કચેરી ખાતે રેલી પહોંચ્યા બાદ એક શિસ્તબદ્ધ અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાશે. સૌપ્રથમ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવશે. ત્યારબાદ ભારતીય સંવિધાન દ્વારા દેશના પ્રત્યેક નાગરિકને આપવામાં આવેલા સાર્વત્રિક પુખ્ત મતાધિકારની સુરક્ષા કરતી બંધારણની કલમ 326નું ઉપસ્થિત જનમેદની સમક્ષ વાંચન કરવામાં આવશે, જેથી બંધારણીય મૂલ્યો અને અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવી શકાય. કાર્યક્રમના અંતે ગઠબંધનના પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવશે. 8 ઓક્ટોબરે સવારે વનિતા વિશ્રામ ખાતે રેલી આ આયોજનના સંદર્ભે કોંગ્રેસ, સીપીઆઈ, એનસીપી અને સીપીએમ સહિતના પક્ષોના અગ્રણીઓએ સુરતના લોકશાહીપ્રેમી નાગરિકો, યુવાનો અને મહિલાઓને 'લોકશાહી બચાવો મતાધિકાર બચાવો'ના સંકલ્પ સાથે 8 ઓક્ટોબરે સવારે 10:00 કલાકે વનિતા વિશ્રામ ખાતે એકત્રિત થઈને આ રેલીમાં સક્રિયપણે સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 ઝડપાયા:RTO એ જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં રૂ.5.12 કરોડનો દંડ ફટકાર્યો : ઓવરલોડ વાહનો, વ્હાઇટ લાઇટ LED, લાઇસન્સ વિનાના વાહન ચાલકોની સંખ્યા વધુ
    Next Article
    બહુચરાજી મંદિરના રિનોવેશનમાં ખંડિત પથ્થરોનો વપરાશ:કામગીરીમાં અનિયમિતતા સામે આવતા તંત્ર દોડતું થયું, ભક્તોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગ્રીન નેટ લગાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment