Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી મંદિરના રિનોવેશનમાં ખંડિત પથ્થરોનો વપરાશ:કામગીરીમાં અનિયમિતતા સામે આવતા તંત્ર દોડતું થયું, ભક્તોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગ્રીન નેટ લગાવાઈ

    9 hours ago

    પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરના નવીનીકરણ અને નવનિર્માણ કાર્યમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. મંદિરમાં બની રહેલા નવા બાંધકામમાં સ્તંભો અને અન્ય જગ્યાઓએ કોતરણી વાળા ખંડિત પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. એટલું જ નહીં, ખંડિત કોતરણીઓ લગાવી દીધા બાદ તેને રીપેર કરીને એવી રીતે ફિનિશિંગ આપવામાં આવતું હતું. નવીન કામકાજમાં આવી રીતે કરવામાં આવતી વેઠ અને ભક્તોની આસ્થા સાથે થઈ રહેલા ચેડાંને લઈને સ્થાનિકો તથા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એન્જિનિયરોની ટીમ દોડી આવી આ બાબત સામે આવતા જ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પીએમસી (PMC) અને એન્જિનિયરોની ટીમે તાકીદે બહુચરાજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. સ્થળ તપાસ બાદ સંબંધિત કોન્ટ્રાક્ટરને કામગીરીની ગુણવત્તા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પથ્થરોની ધૂળ ઉડતા ગ્રીન નેટ લગાવાઈ બીજી તરફ, આગામી દિવસોમાં આવી રહેલા નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન માં બહુચરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલુ હોવાથી પરિસરમાં પથ્થરોની કટિંગ અને કોતરણી દરમિયાન મોટા પ્રમાણમાં ડસ્ટ (ધૂળ) ઊડતી હોય છે, જેનાથી ભક્તોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે તેમ હતી. યાત્રાધામ વિકાસ બોર્ડના નાયબ ઈજનેરની સૂચનાને પગલે, ભક્તોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મંદિર પરિસરની ફરતે ગ્રીન નેટ (લીલી જાળી) લગાવી દેવામાં આવી છે. આ ગ્રીન નેટના કારણે નિર્માણ કાર્ય દરમિયાન ઊડતી પથ્થરોની ધૂળ મંદિર પરિસરમાં ફેલાતી અટકશે. આ અંગે માહિતી આપતા બહુચરાજી મંદિરના વહીવટદાર અશોકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, નવરાત્રી અને દિવાળીના પર્વો નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. હાલ મંદિરમાં 500 કિલોથી લઈને 5000 કિલો સુધીના ભારે પથ્થરોનું વહન ક્રેન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સાથે જ વિવિધ કોતરણીકામ પણ ચાલી રહ્યું છે. આથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને યાત્રાધામ વિકાસ બોર્ડના ડેપ્યુટી એન્જિનિયરની સૂચના મુજબ એજન્સી દ્વારા ગ્રીન નેટ લગાડવામાં આવી છે. સાથોસાથ ભક્તોની સલામતી માટે મંદિર પરિસરમાં વિવિધ જગ્યાએ સુરક્ષાના સાઇનેજ પણ બોર્ડ દ્વારા લગાવવામાં આવ્યા છે. જોકે મંદિરમાં તૂટેલા પથ્થર નો ઉપયોગ કરવામાં આવતો હોવાના ફોટા વિડિઓ વાઇરલ થયા બાદ તંત્ર એ અચાનક ગ્રીન નેટ બાંધી દેતા લોકો માં પણ એક ચર્ચા નો વિષય ઉઠ્યો છે.જેમ કે મંદિર નું નવીનીકરણ નું કામ કાજ છ મહિના થી ચાલી રહ્યું છે.તો હવે તંત્ર ને યાદ આવ્યું કે કામગીરી દરમિયાન ભક્તોની આંખોમાં ધૂળ અને માટી ઉડી રહી છે
    Click here to Read More
    Previous Article
    સુરતમાં કોંગ્રેસે ચૂંટણી પંચ સામે મોરચો મંડાયો:8 ઓક્ટોબરે કલેક્ટર કચેરી સુધી ઈન્ડિયા ગઠબંધનની વિરાટ હૂંકાર રેલી યોજાશે, મતાધિકાર પર તરાપ હવે નહીં સહેવાય
    Next Article
    પોરબંદર મનપા રખડતા ઢોર માટે કરશે નવી વ્યવસ્થા:ઓધર ગૌશાળાનું વિસ્તરણ થશે, વણાણામાં 15 હેક્ટરમાં નવું આશ્રયસ્થાન બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment