Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 ઝડપાયા:RTO એ જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં રૂ.5.12 કરોડનો દંડ ફટકાર્યો : ઓવરલોડ વાહનો, વ્હાઇટ લાઇટ LED, લાઇસન્સ વિનાના વાહન ચાલકોની સંખ્યા વધુ

    7 hours ago

    રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ચાલુ વર્ષે 9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 વાહન ચાલકોને રૂ.5.12 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માત માટે જોખમરૂપ ઓવરલોડ વાહનો, વ્હાઇટ લાઇટ LED અને લાઇસન્સ વિનાના વાહન ચાલકોની સંખ્યા વધુ જોવા મળી છે. વર્ષ 2026 ના પ્રારંભે જાન્યુઆરી માસમાં ટ્રાફિક નિયમોનો ભંગના 893 કેસ નોંધાયા હતા. જે હવે 2,000 ને પાર પહોંચી ગયા છે. જેથી કહી શકાય કે RTO દ્વારા આકરો દંડ કરવા છતાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓની સંખ્યામાં ઘટાડાને બદલે ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક છે. રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, RTO ચેકિંગ દરમિયાન વ્હાઇટ એલઈડી લાઈટ, પીયુસી પ્રમાણપત્ર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ડ્રાઈ વિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન અને અન્ય વિવિધ નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. મહિનો - કેસ - દંડ જાન્યુઆરી - 893 - રૂ.45,74,849 ફેબ્રુઆરી - 1,166 - રૂ.46,47,514 માર્ચ - 1,300 - રૂ.53,54,584 એપ્રિલ - 1,397 - રૂ.58,67,685 મે - 1,363 - રૂ.50,98,286 જૂન - 1,909 - રૂ.61,10,089 જુલાઈ - 2,061 - રૂ.70,16,196 ઓગસ્ટ - 2,017 - રૂ.63,34,808 સપ્ટેમ્બર - 2,043- રૂ.62,78,748 ટોટલ - 14,149 - રૂ.5,12,82,759 RTO દ્વારા સપ્ટેમ્બરમાં કરવામાં આવેલી દંડની કાર્યવાહી નિયમભંગનો પ્રકાર - જુલાઈમાં કેસ- દંડ ટેક્ષ ન ભર્યો હોય - 24 - રૂ.4,86,748 ઓવરલોડ વાહન -170 - રૂ.21,86,000 ઓવર ડાઇમેન્શન - 65 - રૂ.2,71,000 વ્હાઇટ લાઇટ LED - 357 - રૂ.3,57,000 RUPD-SUPD ચેકીંગ -33 - રૂ.33,000 રોંગ લેન ડ્રાઇવીંગ - 01 - રૂ.3,000 રીફ્લેક્ટર/રેડીયમ પટ્ટી -181- રૂ.1,81, 000 થર્ડ પાર્ટી વીમા વગર -206 - રૂ.4,12,000 ભયજનક રીતે વાહન ચલાવવુ -12 -રૂ.18,000 PUC ચેકિંગ -382 -રૂ.1,91,000 ફિટનેસ વિના વાહન ચલાવવું -152 - રૂ.7,60,000 હેલ્મેટ વિના વાહન ચલાવવુ- 01- રૂ.500 સીટ બેલ્ટ વગર ડ્રાઇવીંગ -08- રૂ.4,000 ડ્રાઇવીંગ લાઇસન્સ ન હોવુ -304- રૂ.6,08,000 અન્ય ગુનાઓ - 70- રૂ.35,000 ટોટલ - 2,043- રૂ.62,78,748
    Click here to Read More
    Previous Article
    કાર પર લખ્યું-આ ગધેડો મેં 12 લાખમાં ખરીદ્યો:ટાટાની EV કાર વારંવાર બગડતી, અલવરમાં પરિવાર સાથે ધરણા પર બેઠા, કંપનીએ કાર પાછી લઈને પૈસા પાછા આપી દીધા
    Next Article
    સુરતમાં કોંગ્રેસે ચૂંટણી પંચ સામે મોરચો મંડાયો:8 ઓક્ટોબરે કલેક્ટર કચેરી સુધી ઈન્ડિયા ગઠબંધનની વિરાટ હૂંકાર રેલી યોજાશે, મતાધિકાર પર તરાપ હવે નહીં સહેવાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment