Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર પર લખ્યું-આ ગધેડો મેં 12 લાખમાં ખરીદ્યો:ટાટાની EV કાર વારંવાર બગડતી, અલવરમાં પરિવાર સાથે ધરણા પર બેઠા, કંપનીએ કાર પાછી લઈને પૈસા પાછા આપી દીધા

    7 hours ago

    રાજસ્થાનના અલવર જિલ્લાના રૈણી SDM ઓફિસના વહીવટી અધિકારી (AAO) પરિવાર સાથે ટાટાના શોરૂમમાં ધરણા પર બેસી ગયા. તેમણે પોતાની કાર પર લખ્યું- ટાટાની કાર ખરીદવા કરતાં ગધેડો ખરીદી લેવો વધુ સારું છે, ઓછામાં ઓછું વજન ઉંચકવાના કામ તો આવશે. ટાટા ક્લાસિક મોટર્સ અલવર પાસેથી આ ગધેડો મેં 12 લાખ રૂપિયામાં લીધો છે. લગભગ દોઢ વાગ્યે કંપનીના કર્મચારીઓએ દીપક સાથે વાતચીત કરી. ત્યાર બાદ કંપનીએ તેમની કાર પરત લઈ લીધી અને 12 લાખ રૂપિયા પરત કરી દીધા. સમજૂતી થયા બાદ AAO દીપકે ધરણા સમેટી લીધા હતા. આ મામલો મંગળવારનો હનુમાન ચોક સ્થિત ટાટા મોટર્સના શોરૂમનો છે. AAO દીપકે કહ્યું- જ્યારે કાર ખરીદી ત્યારથી ક્યારેક બેટરી ખરાબ થતી હતી તો ક્યારેક એસીમાં સમસ્યા આવતી હતી. મેં શોરૂમમાં ઘણી વખત ફરિયાદ કરી, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ત્રણ વર્ષ પહેલાં કાર ખરીદી હતી દીપકે જણાવ્યું કે તેમણે 17 સપ્ટેમ્બર 2023ના રોજ ટાટા ક્લાસિક મોટર્સના શોરૂમમાંથી 12 લાખ રૂપિયામાં ટાટા ટિયાગો કાર ખરીદી હતી. કાર ખરીદ્યા બાદથી જ તેમાં સતત અલગ-અલગ પ્રકારની ખામીઓ થતી હતી. લગભગ ત્રણ વર્ષથી કારને લઈને પરેશાન દીપક મંગળવારે સવારે 9 વાગ્યે પરિવાર સાથે શોરૂમ પર પહોંચી ગયા અને કાર ઊભી રાખીને ધરણા પર બેસી ગયા. તેમણે કંપનીના અધિકારીઓ પાસેથી કારમાં આવેલી ખામીઓ અંગે જવાબ માગ્યો અને ઉકેલની માંગ કરી. કંપનીએ સંપૂર્ણ રકમ પરત કરી લગભગ સાડા ચાર કલાક બાદ બપોરે દોઢ વાગ્યે કંપનીના કર્મચારીઓએ દીપક સાથે વાતચીત કરી. કંપનીએ તેમની કાર પાછી લઈ લીધી અને 12 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ પરત કરી દીધી. પૈસા મળ્યા બાદ દીપકે ધરણાં સમેટી લીધા. દીપકનું કહેવું છે કે લાંબા સમયથી ફરિયાદોનું નિરાકરણ ન આવતાં તેમને આ પગલું ભરવું પડ્યું.
    Click here to Read More
    Previous Article
    ટૂંકા વાળ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્વેગ!:રજનીકાંતની 'જેલર-2'માં વિદ્યા બાલનનો રહસ્યમય અવતાર, ટ્રેલરમાં હૃતિક રોશનના લુક પર સસ્પેન્સ યથાવત
    Next Article
    9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 ઝડપાયા:RTO એ જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં રૂ.5.12 કરોડનો દંડ ફટકાર્યો : ઓવરલોડ વાહનો, વ્હાઇટ લાઇટ LED, લાઇસન્સ વિનાના વાહન ચાલકોની સંખ્યા વધુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment