Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ RPFનું ઓપરેશન અમાનત:દુરંતો એક્સપ્રેસમાં મુસાફરની ભુલાયેલી બેગ શોધી કાઢી, મુસાફરને રૂ. 1,12 લાખનો કીમતી સામાન પરત કર્યો

    1 day ago

    રાજકોટ આરપીએફ દ્વારા મુસાફરોની સુરક્ષા માટેના વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં મુસાફરોનો ચોરાયેલો કે ખોવાયેલો સામાન શોધી કાઢી પરત સોંપવા માટે 'ઓપરેશન અમાનત' ચલાવામાં આવે છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત એક મુસાફરનો રૂ. 1,12,270 ની કિંમતનો કીમતી સામાન સુરક્ષિત રીતે પરત સોંપીને પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 3 જુલાઈ 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરંતો એક્સપ્રેસમાં સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે એસ્કોર્ટ ડ્યુટી દરમિયાન RPF સ્ટાફને લાવારિસ બેગ મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મુંબઈથી અમદાવાદ મુસાફરી કરી રહેલા મુસાફર સુમિત શાહ ઉતાવળમાં આ બેગ ટ્રેનમાં જ ભૂલી ગયા હતા. જોકે RPF ટીમે તત્પરતા દાખવીને TTE ની મદદથી મુસાફરનો સંપર્ક કર્યો હતો. આ બેગમાં એક લેનોવો લેપટોપ, રૂ. 2,270 રોકડા અને ચાર્જર જેવો કીમતી સામાન હતો. ત્યારબાદ મુસાફર રાજકોટ સ્થિત RPF ઓફિસે પહોંચતા તમામ સામાન વિધિવત રીતે તેમને સુપ્રત કરાયો હતો. મુસાફરે રેલવે સુરક્ષા દળની આ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રશંસનીય અને ફરજનિષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ RPF સ્ટાફને બિરદાવ્યો હતો. વાહનોના ભંગારના ઇ-ઓકશનમાંથી સિન્ડીકેટ તોડાશે, મનપા દ્વારા પારદર્શક પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાના વાહનો સહિતના લાખો રૂપિયાના ભંગારની જાહેર હરાજીમાં થતી રીંગ કે સિન્ડીકેટ તોડવા માટે તંત્રવાહકોએ પ્રક્રિયા વધુ પારદર્શક બનાવી છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા. 24-8-2023ના પરિપત્ર મુજબ, સ્ક્રેપ જાહેર થયેલા વાહનોનું વેચાણ હવે સંપૂર્ણપણે ઇ-ઓકશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકારની જોગવાઈ મુજબ આ પ્રક્રિયામાં માત્ર માન્ય Registered Vehicle Scrapping Facility (RVSF) સાથે સંકળાયેલા પાત્ર ખરીદારો જ ભાગ લઈ શકે છે. જોકે મેયર નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા અને કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું કે, ડિજિટલ વ્યવસ્થાનો લાભ લેવા સ્થાનિક વેપારીઓએ જરૂરી નોંધણી કરાવી આ પ્રક્રિયામાં જોડાવું જોઈએ. આ વ્યવસ્થાથી વેચાણમાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને સ્થાનિકોને સમાન તક મળશે. રસ ધરાવતા વેપારીઓએ વધુ માહિતી માટે મનપાના સેન્ટ્રલ વર્કશોપ વિભાગ ભાવનગર રોડનો સંપર્ક કરવાનો રહેશે. રાજકોટ મનપામાં જન્મ-મરણના દાખલા માટે વેઇટિંગ લિસ્ટ લાંબું થતાં અરજદારો પરેશાન રાજકોટ મહાપાલિકામાં જન્મ-મરણના દાખલા માટે વેઇટિંગ લિસ્ટ લાંબું થતાં અરજદારો પરેશાન છે. નવા સેન્ટ્રલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલની ધીમી ગતિને કારણે આજે પણ 12000 જેટલી અરજી પેન્ડિંગ છે. મેયર અને કમિશનર સહિતના તંત્રવાહકોની મથામણ છતાં કેન્દ્ર સરકારના આ પોર્ટલ પર મર્યાદિત કામ થઈ રહ્યું છે, જેના લીધે આજે અરજી કરનારને ઇ-મેઇલમાં દોઢ મહિના બાદ દાખલો મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં CRS પોર્ટલ પર 13.50 લાખ લોકોનો ડેટા શિફ્ટ કરાયો છે, જેમાંથી માત્ર 50000 લોકોના જ સર્ટિફિકેટ જનરેટ થયા છે. સેન્ટ્રલ ઝોનમાં સવારે 8.30 વાગ્યાથી મોડી સાંજ સુધી કામગીરી ચાલતી હોવા છતાં, રોજની 600 થી 700 અરજીઓ સામે માત્ર 200 જેટલી જ એન્ટ્રી શક્ય બને છે. વિવિધ વિભાગો અને કોર્પોરેશનના આધાર કેન્દ્રોમાં પણ હવે ફરજિયાત નવા બ્લુ કલરના CRS સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતા જુના દાખલા અમાન્ય જેવા બની ગયા છે.
    Click here to Read More
    Previous Article
    ચોરાયેલી 19 બાઈક સાથે 3 તસ્કરો ઝડપાયા:પાલનપુર પોલીસે આંતરરાજ્ય ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
    Next Article
    છોટા ઉદેપુરમાં મકાનમાંથી રૂ. 7.10 લાખનો દારૂ ઝડપાયો:LCBએ કુકરદા ગામમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો, આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment