Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરાયેલી 19 બાઈક સાથે 3 તસ્કરો ઝડપાયા:પાલનપુર પોલીસે આંતરરાજ્ય ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

    1 day ago

    પાલનપુર તાલુકા પોલીસે આંતરરાજ્ય બાઈક ચોરીનો મોટો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી કુલ 19 મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 7,15,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યા અને તેમની ટીમના કર્મચારીઓ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ચિત્રાસણી ઓપી વિસ્તારમાં પ્રોહિબિશન અને મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમીના આધારે, લુણાવાથી સાંગલા ગામ તરફ જતા રોડ પર સાંગલા ગામની સીમમાં બે શંકાસ્પદ ઇસમોને મોટરસાયકલ સાથે રોકવામાં આવ્યા હતા. આ ઇસમો બસુરારામ ભીખારામ (રહે. બેરાફળી, ચોટીલા, આબુરોડ) અને રવિન્દ્રસિંહ જભલસિંહ ચૌહાણ (રહે. આંતરોલી, પાલનપુર) હતા. તેમની પાસેના મોટરસાયકલ પર નંબર પ્લેટ નહોતી અને તેમની પાસે કોઈ સાધનિક કાગળો પણ નહોતા. શંકાના આધારે વધુ પૂછપરછ કરતા, બસુરારામના કબજામાંથી કે.ટી.એમ. મોટરસાયકલ અને રવિન્દ્રસિંહના કબજામાંથી હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ મળી આવ્યું. પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા, હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલું હોવાનું જણાયું. બંને મોટરસાયકલ બી.એન.એસ.એસ. કલમ-106 મુજબ કબજે લેવામાં આવ્યા અને બંને ઇસમોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-35(1)ઇ મુજબ અટકાયતમાં લેવાયા. પકડાયેલા બંને ઇસમોની સઘન પૂછપરછ દરમિયાન, બસુરારામ ધ્રાંગીએ કબૂલ્યું કે તે ચોરી કરેલા મોટરસાયકલ લાવીને તેના સાગરીત રવિન્દ્રસિંહ ચૌહાણના ખેતરે સંતાડતો હતો. તેણે એ પણ જણાવ્યું કે કેટલાક મોટરસાયકલ વેચાણ માટે તેના સાગરીત વિક્રમભાઈ ઠાકોરની ભટામલ ચોકડી પર આવેલી ગેરેજમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને રવિન્દ્રસિંહના ખેતરમાંથી અલગ-અલગ કંપનીના કુલ 9 મોટરસાયકલ કબજે કર્યા. ત્યારબાદ, ભટામલ ચોકડી પર વિક્રમભાઈ ઠાકોરની ગેરેજ પર દરોડો પાડીને વિક્રમભાઈને પણ ઝડપી પાડ્યા. વિક્રમભાઈએ કબૂલ્યું કે ચોરી કરેલા મોટરસાયકલ તેને વેચાણ માટે આપવામાં આવ્યા હતા. તેની પાસેથી કોઈ આધારપુરાવા વગરના 8 મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા. આમ, ત્રણેય આરોપીઓ પાસેથી ચોરી કે છેતરપિંડીથી મેળવેલા કુલ 19 મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે. મુખ્ય સૂત્રધાર બસુરારામ ધ્રાંગી, ચોરીના મોટરસાયકલ સંતાડનાર રવિન્દ્રસિંહ ચૌહાણ અને વેચાણ માટે ગેરેજમાં રાખનાર વિક્રમભાઈ ગોટાતર (ઠાકોર) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારતે ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો:વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ પર માત્ર 14 રન જ બનાવી શક્યો; ઇશાન કિશને 49 રન બનાવ્યા
    Next Article
    રાજકોટ RPFનું ઓપરેશન અમાનત:દુરંતો એક્સપ્રેસમાં મુસાફરની ભુલાયેલી બેગ શોધી કાઢી, મુસાફરને રૂ. 1,12 લાખનો કીમતી સામાન પરત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment