Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં મકાનમાંથી રૂ. 7.10 લાખનો દારૂ ઝડપાયો:LCBએ કુકરદા ગામમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો, આરોપી ફરાર

    1 day ago

    છોટા ઉદેપુર જિલ્લા LCBએ કુકરદા ગામના એક રહેણાંક મકાનમાંથી ₹7,10,832/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જોકે, મકાન માલિક સ્થળ પર હાજર ન મળતા તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છોટા ઉદેપુર એક સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. આ કડીમાં જિલ્લા LCBએ વધુ એક વખત નસવાડીના અંતરિયાળ ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. જિલ્લા LCBની ટીમ નસવાડી તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે કુકરદા ગામના પીઠા ફળિયામાં રહેતા દીપેશ સવદીયા ડુ.ભીલના મકાનમાં પાસ-પરમિટ વગર વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે LCBએ મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, વિદેશી દારૂની કુલ 2832 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹7,10,832/- આંકવામાં આવી છે. LCBએ દારૂનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મકાનમાં વિદેશી દારૂ સંતાડી રાખનાર દીપેશ સવદીયા ડુ.ભીલને ઝડપી પાડવા માટેની તજવીજ હાલ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ RPFનું ઓપરેશન અમાનત:દુરંતો એક્સપ્રેસમાં મુસાફરની ભુલાયેલી બેગ શોધી કાઢી, મુસાફરને રૂ. 1,12 લાખનો કીમતી સામાન પરત કર્યો
    Next Article
    રૂ.200ની 60 નકલી નોટો સાથે એકની ધરપકડ:આરોપીનો કેશ ડિપોઝિટમાં ખોટી નોટો નાખતા ભાંડો ફૂટ્યો, વડોદરા SOGની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment