Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.200ની 60 નકલી નોટો સાથે એકની ધરપકડ:આરોપીનો કેશ ડિપોઝિટમાં ખોટી નોટો નાખતા ભાંડો ફૂટ્યો, વડોદરા SOGની કાર્યવાહી

    1 day ago

    વડોદરા શહેર SOGને એક અનડીટેક્ટ ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે રૂ.200 ના દરની 60 નકલી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ બેંકના સી.ડી.એમ.મશીનમાં નકલી નોટો નાખતા ભાંડો ફૂટ્યો હતો. બેંકના મશીનમાંથી નકલી નોટો પકડાતા ગુનો નોંધાયો ઘટનાની વિગત એવી છે કે, ગત તા. 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ આઇસીઆઇસીઆઇ (ICICI) બેંકની વાઘોડિયા રોડ શાખાના સી.ડી.એમ.મશીનમાં સ્વીગી લિમિટેડ કંપનીના એકાઉન્ટમાં રૂ. 1700 કેશ ડિપોઝીટ કરવામાં આવ્યા હતા. આ ડિપોઝીટ દરમિયાન મશીનના રિજેક્શન ટ્રે બોક્સમાં રૂ.200ના દરની 7 નકલી નોટો ડીટેક્ટ થઈ હતી. આ બાબતે બેંકના બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે તા. 2 માર્ચ, 2026 ના રોજ વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ એસ.ઓ.જી. શાખાને સોંપવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી સુધી પહોંચી SOG પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.જીતીયા અને ટીમે સ્વીગી કંપનીના ઓનલાઇન ઓર્ડર અને કેશ ઓન ડિલિવરીની વિગતો મેળવી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નેશનલ હાઇવે નં. 48 પર એલ એન્ડ ટી નોલેજ સીટી સામે આવેલા 'સાહિત્ય ગ્રીન ફ્લેટ' ખાતે રહેતા એક ગ્રાહકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે ઓર્ડરના પેમેન્ટના નાણાં આરોપી નિરવ પ્રભુલાલ મહેતા પાસેથી મેળવ્યા હતા. રૂ.200ના દરની શંકાસ્પદ 60 નકલી નોટો મળી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નિરવ પ્રભુલાલ મહેતાના ઘરની ઝડતી લેતા તેના સરસામાનમાંથી રૂ.200ના દરની શંકાસ્પદ 60 નકલી નોટો મળી આવી હતી. એફ.એસ.એલ.ના સાયન્ટિફિક ઓફિસરને સ્થળ પર બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ નોટો કાગળ પ્રિન્ટીંગની ગુણવત્તાવાળી ડુપ્લીકેટ હોવાનું સાબિત થયું હતું, જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો આરોપી નિરવ પ્રભુલાલ મહેતા (રહે. ચિરાગ પરમારના મકાનમાં ભાડેથી, સાહિત્ય ગ્રીન, માધવપુરા, એલ એન્ડ ટી નોલેજ સીટી સામે, નેશનલ હાઇવે નં. 48, વડોદરા શહેર, મૂળ રહેવાસી. અંબે આશિષ, પારસમણી કોમ્પ્લેક્સ પાસે, ન્યુ સ્ટેશન રોડ ભુજ, તા. ભુજ, જી. કચ્છ) ને ઝડપી તેની પાસેથી ભારતીય બનાવટની રૂ.200ના દરની ડુપ્લીકેટ ચલણી નોટો નંગ-60 સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. નકલી ચલણી નોટો કોના દ્વારા છાપવામાં આવી હતી અને આરોપીએ તે કોની પાસેથી મેળવી હતી, તે દિશામાં ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં મકાનમાંથી રૂ. 7.10 લાખનો દારૂ ઝડપાયો:LCBએ કુકરદા ગામમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો, આરોપી ફરાર
    Next Article
    ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ:6293 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક પાણીની જાવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment