Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RPFના સ્થાપના દિવસની ઉજવણી:પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા રક્તદાન શિબિર, મુસાફર જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

    13 hours ago

    રેલવે સુરક્ષા દળ (RPF) ના સ્થાપના દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વિવિધ જનકલ્યાણકારી અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત RPF કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાન, રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, મુસાફર જાગૃતિ અભિયાન, મોક ડ્રીલ, સાયકલ રેલી તેમજ રમતગમત સ્પર્ધાઓ જેવા અનેક પ્રકલ્પો યોજીને સેવા, સુરક્ષા, શિસ્ત અને સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. RPF પોસ્ટ્સ અને બેરેક ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન આ ઉજવણી દરમિયાન વડોદરા વિભાગની તમામ RPF પોસ્ટ્સ અને બેરેક ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ પોતાના કાર્યાલયો અને આસપાસનો પરિસર સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. સરદાર નગર રેલ્વે કોલોની ખાતે રંગબેરંગી ફુગ્ગાઓ હવામાં છોડીને સ્વચ્છતા જાગૃતિ સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સામાજિક દાયિત્વના ભાગરૂપે યોજાયેલ વિભાગીય રક્તદાન શિબિરમાં જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ 56 યુનિટ રક્ત એકત્રિત કર્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે વિવિધ પોસ્ટ અને બેરેક સંકુલોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને રોપેલા વૃક્ષોની નિત્ય સંભાળ લેવાની જવાબદારી સોંપાઈ હતી. જવાનોએ દીપક ફાઉન્ડેશન ચાઇલ્ડ કેર હોમની મુલાકાત લીધી માનવીય સંવેદનશીલતા દર્શાવતા RPF ના અધિકારીઓ અને જવાનોએ બાળ કલ્યાણ સમિતિ (CWC) હેઠળ કાર્યરત દીપક ફાઉન્ડેશન ચાઇલ્ડ કેર હોમની મુલાકાત લીધી હતી, જ્યાં બાળકો સાથે સમય વિતાવી, તેમની કલા-સર્જનાત્મકતાને બિરદાવી ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના આશયથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે વિવિધ સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ હતી. સાથોસાથ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં શેરી નાટકો તથા બેનરો દ્વારા મુસાફર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં વિશેષ કરીને એકલી મુસાફરી કરતી મહિલાઓ માટે મેરી સહેલી યોજના, રેલ્વે હેલ્પલાઇન નંબર 139, અને ઝેર આપવાની કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ઘટનાઓથી સાવચેત રહેવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આમ, વિવિધ રમતગમત સ્પર્ધાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે RPF વડોદરા વિભાગે સ્થાપના દિવસની સફળ ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટડી રિવરફ્રન્ટ પર સામૂહિક વંદેમાતરમ ગાનનો કીર્તિમાન રચાશે:25 સપ્ટેમ્બરે 11 શાળાના 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત 5 હજારથી વધુ લોકો એક સાથે ગાશે, ગિનીઝ રેકોર્ડનો પ્રયાસ
    Next Article
    ગુજરાતને ડમી શાળામાંથી મુક્તિ મળશે!:રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની બેઠક, ટ્યુશન ક્લાસમાં સમય મર્યાદાના નિર્ણયથી અભ્યાસનું ભારણ ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment