Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી રિવરફ્રન્ટ પર સામૂહિક વંદેમાતરમ ગાનનો કીર્તિમાન રચાશે:25 સપ્ટેમ્બરે 11 શાળાના 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત 5 હજારથી વધુ લોકો એક સાથે ગાશે, ગિનીઝ રેકોર્ડનો પ્રયાસ

    14 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આગામી 25 સપ્ટેમ્બરે રિવરફ્રન્ટ કિનારે 5 હજારથી વધુ લોકો એકસાથે વંદેમાતરમનું સામૂહિક ગાન કરી કીર્તિમાન રચવાનો પ્રયાસ કરશે. સવારે 11 વાગ્યે સમગ્ર ભારત સાથે એક જ સમયે યોજાનારા આ કાર્યક્રમમાં પાટડીની 11 શાળાના 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત 5 હજારથી વધુ લોકો ભાગ લેશે. સમગ્ર કાર્યક્રમને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવવાના પ્રયાસના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. 11 શાળાના વિદ્યાર્થીઓ સહિત લોકોની ભાગીદારી પાટડી રિવરફ્રન્ટ ખાતે શ્રી અંબે માતાજીના મંદિર (માતાનો આરો) અને શક્તિમાતાજીના મંદિર નજીક કાર્યક્રમ યોજાશે. શિશુ મંદિર, શ્રી સૂરજમલજી હાઈસ્કૂલ, નાનુબાપા કન્યાશાળા, શ્રી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળા, મોર્ડન સ્કૂલ, ડિવોશન સ્કૂલ, અલ્ટ્રાવિઝન સ્કૂલ, પાટડી સરકારી કોલેજ અને આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાશે. આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમ વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંલગ્ન શ્રી સ્વામી વિવેકાનંદ સંસ્કાર ટ્રસ્ટ સંચાલિત શ્રી શિશુ મંદિર, પાટડી તથા નમામિ ભારતમ્ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી રત્નાકર અધ્યક્ષ તરીકે, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે અને ધારાસભ્ય પી.કે. પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. હાજરીનું સત્યાપન અને ડ્રોનથી થશે રેકોર્ડિંગ કાર્યક્રમના સંયોજક મૌલેશભાઈ પરીખના જણાવ્યા મુજબ, સામૂહિક વંદેમાતરમ ગાન દરમિયાન ઉપસ્થિત લોકો કોઈ લખાણ જોયા વગર મુખેથી સંપૂર્ણ વંદેમાતરમનું ગાન કરશે. રેકોર્ડ માટે ક્લાસ-1 અધિકારીઓ સહિતના અધિકારીઓ જજ અને નિરીક્ષક તરીકે હાજર રહી ઉપસ્થિત લોકોની સંખ્યાનું સત્યાપન કરશે. સમગ્ર કાર્યક્રમનું ડ્રોન કેમેરાથી વીડિયો શૂટિંગ તેમજ જીઓ-ટેગિંગ દ્વારા ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમના આયોજન મુજબ સવારે 10 વાગ્યે તમામ લોકો સ્થળ પર એકત્ર થશે. ત્યારબાદ હાજર લોકોનું રજીસ્ટ્રેશન કરી શિસ્તબદ્ધ ગોઠવણી કરવામાં આવશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય, ધ્વજવંદન અને રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવ્યું છે. 11 વાગ્યે એકસાથે વંદેમાતરમનું ગાન બરાબર સવારે 11 વાગ્યે સમગ્ર ભારત સાથે પાટડીમાં પણ એક જ સમયે વંદેમાતરમનું સંપૂર્ણ સામૂહિક ગાન કરવામાં આવશે. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ રત્નાકરજીનું બૌદ્ધિક યોજાશે અને ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમ સવારે 11.30 વાગ્યે પૂર્ણ થશે. 150 વર્ષની રચનાને યાદ કરી સામૂહિક ગાન વિદ્યાભારતીના પ્રદેશ મંત્રી રઘુવીર ખાંભલાના જણાવ્યા મુજબ, વંદેમાતરમ સ્વાતંત્ર્ય આંદોલનને બળ પૂરું પાડનારું ગીત રહ્યું છે અને તેની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં સામૂહિક ગાન દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટડીમાં યોજાનારા કાર્યક્રમમાં પણ 5 હજારથી વધુ લોકો એક લયમાં, એકસાથે અને એક જ સમયે વંદેમાતરમનું ગાન કરી આ આયોજનમાં સહભાગી બનશે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં અંબાજી જતા પદયાત્રિકો માટે જય ગોગા ટ્રસ્ટનો સેવાયજ્ઞ:13 વર્ષથી માઈભક્તોની અવિરત સેવા, કેમ્પમાં આરામ અને મહાપ્રસાદ સહિતની સુવિધાઓ
    Next Article
    RPFના સ્થાપના દિવસની ઉજવણી:પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા રક્તદાન શિબિર, મુસાફર જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment