Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરના 13 સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ:ભાવેણાવાસીઓ પોતાના ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહ તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ પર ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉજવણી કરાશે

    14 hours ago

    "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ઉત્સવ"ની ભવ્ય ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં દેશભક્તિનો માહોલ જામ્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા ઉત્સવ" ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની સાથે-સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે,, રાષ્ટ્રધ્વજ અને દંડીનું વિનામૂલ્યે વિતરણ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો પોતાના ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહ તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ પર ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે તે માટે રાષ્ટ્રધ્વજ અને લહેરાવવા માટેની દંડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના 13 સ્થળોએ વિતરણ કેન્દ્રો 1.ચિત્રા - કુલસર - નારી, બી.એમ.સી. ઝોનલ કચેરી (પશ્ચિમ) 2.કુંભારવાડા, સી.એચ.સી. સેન્ટર પાસે, કુંભારવાડા 3.વડવા-બ ફાયર સ્ટેશન, નિર્મળનગર 4.કરચલીયા પરા કોમ્યુનિટી હોલ, વાલ્કેટ ગેટ (પી.એચ.સી. સેન્ટરની બાજુમાં) 5.ઉત્તર કૃષ્ણનગર - રૂવા પી.એચ.સી. સેન્ટર, વિમાના દવાખાના પાસે 6.પીરછલ્લા મ્યુનિ. સ્કુલ, યશવંતરાય નાટ્ય ગૃહની બાજુમાં 7.તખ્તેશ્વર બી.એમ.સી. મેઈન ઓફિસ 8.વડવા-અ સીટી મામલતદારની કચેરી, વિધાનગર 9.બોરતળાવ કૈલાસ વાટિકા, બાલવાટિકા 10.કાળીયાબીડ - સીદસર - અધેવાડા હિમાલયા મોલ, ઇસ્કોન મેગા સીટી 11.દક્ષિણ સરદારનગર - અધેવાડા શાળા નંબર 76, રક્ષેશ્વર મહાદેવ પાસે, ભરતનગર 12.ઉત્તર સરદારનગર બી.એમ.સી. ઝોનલ કચેરી (પૂર્વ) 13.ઘોઘાસર્કલ - અકવાડા અકવાડા લેઈક, ઘોઘા રોડ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ પ્રજાજનો, વેપારીઓ અને સંસ્થાઓને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અને પોતપોતાના નિવાસસ્થાને તેમજ કાર્યસ્થળો પર તિરંગા લહેરાવી રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તિરંગા યાત્રામાં ‘GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન:રાજકોટમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે 13 ઓગસ્ટે યોજાનાર 'તિરંગા યાત્રા'માં ફોટો મૂકી સ્લાઇડ બનાવવા લિંક જાહેર કરાઈ, આજથી તમામ વોર્ડ ઓફિસે તિરંગાનું વિતરણ
    Next Article
    વાવ ગામે અનુસૂચિત જાતિ સમાજની રેલી:સ્મશાન અને રસ્તાની અડચણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment