Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિરંગા યાત્રામાં ‘GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન:રાજકોટમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે 13 ઓગસ્ટે યોજાનાર 'તિરંગા યાત્રા'માં ફોટો મૂકી સ્લાઇડ બનાવવા લિંક જાહેર કરાઈ, આજથી તમામ વોર્ડ ઓફિસે તિરંગાનું વિતરણ

    13 hours ago

    રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 13 ઓગસ્ટ 2026ના રોજ સવારે 09:00 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતે “તિરંગા યાત્રા” યોજાશે. તિરંગા યાત્રામાં ‘GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે. જે અંતર્ગત "તિરંગા યાત્રા"માં ફોટો મૂકી સ્લાઇડ બનાવવા ખાસ લિંક જાહેર કરવામાં આવી છે. અને યુવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાય તે માટે ભાજપનાં કોર્પોરેટરો સહિતનાં નેતાઓને પણ પૂરતા પ્રયાસો કરવા આદેશો આપવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો પોતાના ઘર અને ઓફીસ બહાર તિરંગો લહેરાવી શકે તે માટે મનપા દ્વારા આજથી તમામ વોર્ડ ઓફિસોમાંથી નિઃશુલ્ક તિરંગાનું વિતરણ પણ કરવામાં આવનાર છે. પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, વિવિધ એનજીઓ અને શાળા-કોલેજના પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજાઈ હતી. તિરંગા યાત્રામાં જોડાવા અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે "હું આ તિરંગા યાત્રામાં જોડાવ છું, તમે પણ જોડાવ" ના સંદેશ સાથે નાગરિકો પોતાના ફોટોવાળી સ્લાઇડ બનાવી શકે તે માટે ખાસ https://myframe.online/editor/tirangayatrarmc2026/ લિંક પણ જાહેર કરવામાં આવી છે. પ્રથમ વખત કરવામાં આવેલો આ પ્રયોગ ‘GEN-G’ને રિઝવવા માટે કરાયો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. દેશના વર્તમાન રાજકીય માહોલમાં દેશનું આવતીકાલનું ભવિષ્ય ગણાતા 'GEN-G' યુવાનોનું કેટલું મહત્વ છે, તેનો અહેસાસ સરકારને તાજેતરમાં જ થઈ ચૂક્યો છે. પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર પર દેશભરના હજારો યુવાનો દ્વારા અભૂતપૂર્વ અને વિશાળ આંદોલન છેડવામાં આવ્યું હતું, તેણે સરકારને યુવા શક્તિના પ્રભાવનું ભાન કરાવી દીધું છે. યુવાનો હવે વર્તમાન સરકારથી નારાજ છે. ભાજપથી બે કદમ દૂર ચાલ્યા ગયા હોવાનો અહેસાસ સરકારને થતા હવે કોઇપણ રીતે યુવાનોને ભાજપ તરફ કમબેક કરવા માટે ભાજપની થીંન્ક ટેક કામે લાગી છે. જેને લઈને હવે પછીના તમામ સરકારી કાર્યક્રમોમાં યુવાનો વધુમાં વધુ જોડાય તે માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવનાર હોવાનું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઈ રહ્યું છે. તિરંગા યાત્રાનો રૂટ આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રારંભ થશે. ત્યાંથી આગળ વધી શારદાબાગ, ICICI બેન્ક, ચૌધરી હાઈસ્કૂલ અને જયુબેલી ગાર્ડન થઈને પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરાવવામાં આવશે. શહેરીજનો માટે પાર્કિંગ વ્યવસ્થા તિરંગા યાત્રામાં સામેલ થનાર નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ પાર્કિંગ સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જેમાં (1) શાસ્ત્રીમેદાન ગ્રાઉન્ડ, (2) રેસકોર્ષ ગ્રાઉન્ડ, (3) ફનવર્લ્ડની બાજુનું ગ્રાઉન્ડ, (4) બહુમાળી ભવન પાર્કિંગ, (5) ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, (6) ઇન્ડોર સ્ટેડિયમ પાર્કિંગ, (7) મહાત્મા ગાંધી મ્યુઝિયમ અને (8) રેસકોર્ષ અંદર આવેલા ચબૂતરા ગ્રાઉન્ડ ખાતે વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. 15 ઓગષ્ટે પ્રજાના પૈસે જલેબી-ફાફડાની જયાફત, 300 જેટલા લોકો 145 રૂપિયાની ડિશ આરોગશે રાજકોટમાં 15 ઓગષ્ટની ઉજવણીમાં આમંત્રિતો સહિત 300 મહાનુભાવો માટે પ્રજાના પૈસે જલેબી અને વણેલા-ફાફડી ગાંઠિયાની જિયાફત ઉડાડવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સવારનો સરકારી કાર્યક્રમ હોય એટલે ઘરેથી નાસ્તો કરીને આવવાને બદલે પ્રજાના પૈસે જ ચા-કોફી અને નાસ્તા માટે ટૂંકી નોટિસથી ટેન્ડર બહાર પાડી ભાવ મગાવવામાં આવ્યા હતા. જોકે જંગલેશ્વર ડિમોલિશન વખતે ટેન્ડર વગર કાજુ કતરી અને રજવાડી ભોજનનો લાખો રૂપિયાનો ખર્ચ બારોબાર કરી નાખવાના વિવાદ બાદ હવે આવા વહીવટ પર બ્રેક વાગી છે અને સ્વતંત્રતા પર્વ માટે વિધિવત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ટેન્ડર અંતર્ગત 15 ઓગસ્ટનાં દિવસે 300 જેટલા લોકો 145 રૂપિયાની ડિશ આરોગશે. સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવાનાં કહેવા મુજબ આ ઇવેન્ટ માટે RK ઇવેન્ટ અને ભાવીક કેટરસ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા છે, જેમાં 15 ઓગસ્ટના કાર્યક્રમ માટે એન્કર, સાફો અને ચા-નાસ્તાના ભાવ મગાવવામાં આવ્યા હતા. એન્કર માટે રૂ. 8000 અને રૂ. 5500 ના ભાવ આવ્યા છે, જ્યારે પ્રતિ વ્યક્તિ સાફા માટે રૂ. 150 નો ભાવ મળ્યો છે. આ ઉપરાંત ચા અને ફાફડા-જલેબીના નાસ્તા માટે RK ઇવેન્ટ દ્વારા રૂ. 150 અને ભાવીક કેટરર્સ દ્વારા રૂ. 145 નો ભાવ ભરવામાં આવતા તે L1 બન્યું છે. આજે ટેન્ડરના ભાવો ખુલ્યા બાદ હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે ફાઇનલ નિર્ણય કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શહેરામાં સાડા પાંચ ઇંચથી જળબંબાકાર, સુવા ગામ સંપર્ક વિહોણું:વૈદ્ય પાસે દવા લેવા આવેલા 100 લોકો ફસાયા; ચાર સિસ્ટમ સક્રિય, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    શહેરના 13 સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ:ભાવેણાવાસીઓ પોતાના ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહ તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ પર ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉજવણી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment