Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરામાં સાડા પાંચ ઇંચથી જળબંબાકાર, સુવા ગામ સંપર્ક વિહોણું:વૈદ્ય પાસે દવા લેવા આવેલા 100 લોકો ફસાયા; ચાર સિસ્ટમ સક્રિય, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    23 hours ago

    સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 81 તાલુકામાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં 5 ઇંચ તો મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છેલ્લી બે કલાકમાં મહીસાગરના કોઠંબામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ-ગાંધીનગરમાં મેઘમહેર, રસ્તાઓ પર પાણી ભરાતા હાલાકી અમદાવાદ શહેરમાં વહેલી સવારે 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર વધુ રહ્યું. વરસાદના કારણે સોલા, એસ.જી. હાઇવે અને નિકોલમાં વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ભારે વરસાદથી એસ.જી. હાઇવે પર હાઇકોર્ટ ઓવરબ્રિજ નજીક મોટો ભૂવો પડતાં AMC દ્વારા વિસ્તાર કોર્ડન કરાયો છે. ગાંધીનગર શહેર અને કલોલમાં પણ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદના વરસાદની તસવીરો મહીસાગર અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને કોઠંબાના રાબડીયા ગામે કાચું મકાન ધરાશાયી થયું છે. બીજી તરફ વાવ-થરાદ, અમરેલી અને છોટાઉદેપુર પંથકમાં એક અઠવાડિયાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરતાં સુકાઈ રહેલા ખરીફ પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ચાર સિસ્ટમ સક્રિય, ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી રાજ્યમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે 11 ઓગસ્ટે ત્રણ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરીયું છે, જ્યારે છ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર સહિત પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 21 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    હેલી ટેક્સીથી ₹100માં મણિમહેશ યાત્રા કરી શકાશે:હિમાચલમાં પ્રથમ વખત લોટરીથી ટિકિટ મળશે, 25 ઓગસ્ટથી યાત્રા શરૂ થશે
    Next Article
    તિરંગા યાત્રામાં ‘GEN-G’ને રિઝવવા માસ્ટર પ્લાન:રાજકોટમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે 13 ઓગસ્ટે યોજાનાર 'તિરંગા યાત્રા'માં ફોટો મૂકી સ્લાઇડ બનાવવા લિંક જાહેર કરાઈ, આજથી તમામ વોર્ડ ઓફિસે તિરંગાનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment