Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવ ગામે અનુસૂચિત જાતિ સમાજની રેલી:સ્મશાન અને રસ્તાની અડચણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

    16 hours ago

    સતલાસણા તાલુકાના વાવ ગામે આવેલી 'સર્વોત્તમ ફેક્ટરી' નજીક અનુસૂચિત જાતિ (સેનમાં અને પરમાર પરિવાર) નું સ્મશાન આવેલું છે, જ્યાં જવાના રસ્તા પર ગામના બે સ્થાનિક રહીશો દ્વારા અડચણ ઊભી કરવામાં આવતી હોવાનો અને જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી હેરાનગતિ કરાતી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ખેતર માલિકો સ્મશાન માર્ગેથી મૃતદેહની દફનવિધિ માટે જતાં રોકે છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. સતલાસણા મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી ચોમાસાના કારણે રસ્તા પર ઝાડી-ઝાંખરા અને ગંદકી વધી જતાં ગ્રામજનોએ પંચાયતમાં અરજી કરી જેસીબી મારફતે સફાઈ કામગીરી શરૂ કરાવી હતી, જે આ શખ્સોએ બળજબરીથી અટકાવી દીધી હતી અને રસ્તા પર પગ મૂકશે તો પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ન્યાયની માગ સાથે વાવ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ વાવથી સતલાસણા મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. કચેરી પહોંચીને આવેદનપત્ર સુપ્રત કરી સ્મશાનનો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવા અને ધમકી આપનાર ઈસમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શહેરના 13 સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ:ભાવેણાવાસીઓ પોતાના ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહ તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ પર ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉજવણી કરાશે
    Next Article
    પાવી જેતપુરના કોલીયારી ગામમાં શાળાની દયનીય સ્થિતિ:જર્જરિત ઓરડાને કારણે બાળકો મંદિરમાં ભણવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment