Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવી જેતપુરના કોલીયારી ગામમાં શાળાની દયનીય સ્થિતિ:જર્જરિત ઓરડાને કારણે બાળકો મંદિરમાં ભણવા મજબૂર

    17 घंटे पहले

    છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કોલીયારી ગામમાં શિક્ષણ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલીયારી પ્રાથમિક શાળા નં. 2 ના બે ઓરડા અત્યંત જર્જરિત થઈ જતાં સુરક્ષાના કારણોસર બાળકોને ગામના કબીર મંદિરમાં અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. વર્ષ 1987માં સ્થપાયેલી શાળાના ઓરડા પડવાના વાંકે વર્ષ 1987માં સ્થાપિત આ શાળાના બંને ઓરડાઓની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ભયજનક સ્થિતિમાં છે. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ગ્રામજનો અને શિક્ષકોએ જૂન મહિનાથી શાળાને કબીર મંદિરના હોલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો. ધાર્મિક કાર્યક્રમોથી બાળકોના અભ્યાસમાં ખલેલ હાલમાં ધોરણ 1 થી 5 ના કુલ 27 બાળકો મંદિરના હોલમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે, મંદિરમાં અવારનવાર યોજાતા ધાર્મિક કાર્યક્રમોને કારણે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે અને શાળાનો સમય પણ બદલવો પડે છે. નવા ઓરડાની કામગીરી શરૂ કરવાની માંગ શાળાની બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા સમયસર સમારકામ કે નવા ઓરડા મંજૂર ન કરાતાં આદિવાસી બાળકો સુવિધાથી વંચિત રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક નવા અને સુરક્ષિત ઓરડા બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાવ ગામે અનુસૂચિત જાતિ સમાજની રેલી:સ્મશાન અને રસ્તાની અડચણ દૂર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
    Next Article
    ગાંધીધામ કોર્ટ વોરંટથી ફરાર આરોપી LCBએ ઝડપ્યો:માંડવી નજીક કોડાય પુલ પાસેથી બાતમીના આધારે ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment