Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ પાસે LCBનો દરોડો:બોક્સ બનાવવાની ફેક્ટરીમાં 4 ટકા દલાલીમાં કરોડોના સોદા, શહેરના પ્રતિષ્ઠિત લોકો સામેલ

    23 hours ago

    વઢવાણ તાલુકાના વાઘેલા રોડ પર આવેલી શ્રી ઉમા પેકેજિંગ નામના કારખાનામાં ધમધમતા ગેરકાયદે શેરબજારના ડબ્બા ટ્રેડિંગના કારોબારનો એલસીબી ટીમે પર્દાફાશ કર્યો હતો. શ્રી ઉમા પેકેજિંગ નામના કારખાનાની ઓફિસમાં દરોડો પાડી પોલીસે મેટાટ્રેડર-5 નામની એપ્લિકેશન મારફતે શેરબજારના ભાવોની વધ-ઘટ પર હાર-જીતનો જુગાર રમાડતાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી કાર, લેપટોપ અને રોકડ સહિત રૂ. 9,45,000નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાં બોક્સ બનાવવાનું કામ થાય છે. સોદા રોજના કરોડોમાં થાય કારણ કે શેરની કિંમત જે રીતે હોય એ પ્રમાણે. કમિશન દલાલી 4 ટકા બાય 4 ટકા સેલ. રમનારા બધા શહેરના પ્રતિષ્ઠિત લોકો છે મોટાભાગના જૈન. એલસીબીના પીઆઈ બી.એચ. સિંગરખીયાની સૂચનાથી પીએસઆઈ આર.જે. ગોહિલ અને તેમની ટીમ વઢવાણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે વાઘેલા રોડ પર આવેલા શ્રી ઉમા પેકેજિંગના કારખાનામાં ગેરકાયદે રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા શેરબજારના ભાવ પર જુગાર રમાડવામાં આવે છે. આથી પોલીસે કોર્ટનું વોરંટ મેળવી બે સ્વતંત્ર પંચોને સાથે રાખીને કારખાનાની ઓફિસમાં સરપ્રાઇઝ રેડ પાડી હતી. જેમાં મેટાટ્રેડર-5 નામની એપ્લિકેશન મારફતે શેરબજારના ભાવોની વધ-ઘટ પર હાર-જીતનો જુગાર રમાડતાં 3 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી રોકડા ₹15,000, ₹1 લાખની કિંમતના 6 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ, ₹30,000નું લેનોવો લેપટોપ, હિસાબો લખેલી નોટબુક અને છૂટા કાગળો, સ્ક્રીનશોટ અને બલેનો તથા સ્વિફ્ટ એમ બે ફોરવ્હીલ ગાડી (કિંમત ₹8 લાખ) મળીને કુલ ₹9,45,000નો મુદામાલ કબ્જે કર્યો છે. સમગ્ર બનાવમાં કુલ 14 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ આર.જે. ગોહિલને સોંપી હતી. મોબાઇલ, લેપટોપમાં એપ્લિકેશનથી સોદા કપાતા હતા ઓફિસમાં તપાસ કરતા 3 શખસો મોબાઇલ અને લેપટોપમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓએ ગાંધીનગરના દીપ ઉર્ફે લાલાભાઇ પાસેથી કોઇપણ જાતના લાયસન્સ વગર મેટાટ્રેડર-5 એપ્લિકેશન અને આઇડી-પાસવર્ડ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. આ ત્રણેય શખસ કસ્ટમરો પાસેથી ફોન મારફતે શેરબજારમાં સોદા લખાવી લઈ અથવા કપાત કરાવી નસીબ આધારિત જુગાર રમાડતાં હતા. આ લોકો ઝડપાયા અને આમની સામે ગુનો નોંધાયો : આ દરોડામાં વઢવાણ 80 ફૂટ રોડ, નવરંગ સોસાયટી-3માં રહેતા 46 વર્ષના જયેશભાઈ અમરશીભાઈ પટેલ, વઢવાણ સુવિધિ એપાર્ટમેન્ટ, ઉદ્યોગનગરમાં રહેતા 46 વર્ષના પ્રિતેશભાઈ જીતેન્દ્રભાઈ ગાંધી તેમજ 43 વર્ષના ગુંજનભાઈ જયંતિભાઈ સંઘવીને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત એપ્લિકેશન લિંક આપનાર ગાંધીનગર, કુડાસણ ચોકડીના દીપભાઇ ઉર્ફે લાલાભાઇ તેમજ અન્ય શખસોમાં વિનોદભાઇ મહેતા, પ્રવીણભાઈ જૈન, તપનભાઈ શાહ, લક્ષીતભાઈ રમેશચંદ્ર દોશી (કાકા), પારસભાઈ શાહ, પારસભાઈ વોરા, રોનક ઉર્ફે રોનીભાઈ શાહ, રાજકુમાર ડુગર, ચિંતનભાઈ મહેતા, ભરતભાઈ મકવાણા સામે ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    8 ઓકટોબરે યુનિ.ખાતે ભરતી મેળો‎:પાટણમાં રોજગાર ભરતી મેળામાં 20 કંપની જોડાશે
    Next Article
    સિવિલ સામે પરિવારજનોમાં રોષ:હિંમતનગર સિવિલમાં દુષ્કર્મ પીડિત સગીરાનું ગર્ભપાત બાદ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment