Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ સામે પરિવારજનોમાં રોષ:હિંમતનગર સિવિલમાં દુષ્કર્મ પીડિત સગીરાનું ગર્ભપાત બાદ મોત

    23 hours ago

    અરવલ્લી જિલ્લાની 12 વર્ષીય સગીરાનું અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ પોક્સો અંતર્ગત ગુનો નોંધાયો હતો. સગીરાને ગર્ભ રહી જતાં કાયદાકીય પ્રક્રિયાને અંતે ગર્ભપાત માટે સ્થાનિક રેફરલ હોસ્પિટલે હિંમતનગર સિવિલમાં રિફર કર્યા બાદ ગત બુધવારે ગર્ભપાત કરાયો હતો. ગત શનિવારે રાત્રે સગીરાએ અંતિમશ્વાસ લીધા બાદ પરિવારજનો દ્વારા આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. પરંતુ સગીરાના મોતના કારણ અંગે પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જેને કારણે મોટી ગેરસમજ ઉભી થઇ છે. અરવલ્લીની 12 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભધારણ થઈ ગયો હોઈ ગર્ભપાત માટે કાયદાકીય પ્રક્રિયા બાદ ગર્ભપાત માટે સ્થાનિક રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ હિંમતનગર સિવિલમાં રિફર કરાઈ હતી. હિંમતનગર સિવિલમાં પીડિયાટ્રિક કાર્ડિયાક સ્પેશ્યિાલિસ્ટ ન હોઇ અમદાવાદ સિવિલમાં સગીરાને મોકલાઈ હતી. જ્યાં જરૂરી પરીક્ષણ બાદ યુ. એન. મહેતામાંથી ફિટનેસ સર્ટિફિકેટ લઈને આવ્યા બાદ હિંમતનગર સિવિલમાં ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ગર્ભપાત કર્યા બાદ ચોથા દિવસે શનિવારે રાત્રે સગીરાનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિચિત જોસેફ ભાઈએ આક્રોશ ઠાલવ્યો હતો કે નાની દીકરીના અચાનક મોતથી પરિવાર સદમામાં આવી ગયો છે. પરંતુ તેના મોતનું કારણ કહેવા અહીં કોઈ તૈયાર નથી. પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ થઈ રહ્યા છે. સાંજે ચાર વાગ્યા સુધી નિરાકરણ આવ્યું નથી. ગ્રામ્ય વિસ્તારના છીએ એટલે આવો વ્યવહાર થઈ રહ્યો છે. મોતનું કારણ તો જણાવવું જોઈએ. પીએમ બાદ મોતનું કારણ જાણી શકાશે સિવિલના આરએમઓ ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું કે મેડિ-કો-લીગલ કેસ હતો. યુ.એન. મહેતામાંથી ફિટનેસ સર્ટિફિકેટ લઈને આવ્યા હતા. એમટીપી-મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાયું હતું. પીએમ બાદ મોતનું કારણ જાણી શકાશે. વધુ વિગતો ડૉ. વિવેક પટેલ આપી શકે છે. ડો. વિવેક પટેલ સાથે વાત કરતાં જણાવ્યું કે ગત બુધવારે એબોર્શન કરાયું હતું. તેના મોત મામલે કોઈ વાત નહીં શકે કાલે રૂબરૂ આવો.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ પાસે LCBનો દરોડો:બોક્સ બનાવવાની ફેક્ટરીમાં 4 ટકા દલાલીમાં કરોડોના સોદા, શહેરના પ્રતિષ્ઠિત લોકો સામેલ
    Next Article
    હોસ્પિટલ નજીકથી નવજાત મૃત બાળકી મળવાનો કિસ્સો‎:દફનવિધિની સમજ ના હોઈ માજીએ મૂકેલ મૃત બાળકીને શ્વાનોએ ચૂંથી નાખી: પીઆઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment