Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી નદીમાં મગરોની સંખ્યામાં વધારો:જીલાની બ્રિજ પાસે 8 ફૂટનો મહાકાય મગર દેખાયો, 20 દિવસમાં ત્રીજું લોકેશન ટ્રેક થતાં વનવિભાગ દોડતું થયું

    13 hours ago

    તાપી નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી મગરોની હલચલ વધી જતાં નદીકિનારે રહેતા રહિશો અને માછીમારોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. અગાઉ ફૂલપાડા અને અમરોલી વિસ્તારમાં મગર દેખાયા બાદ, આજે શહેરના મધ્યમાં આવેલા જીલાની બ્રિજ નજીક આશરે 8 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડ્યો હતો. તાપી નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોની નજર અચાનક આ મગર પર પડતાં તેમણે તાત્કાલિક પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કરી લીધા હતા. માત્ર 20 જ દિવસમાં ફૂલપાડા, અમરોલી અને હવે જીલાની બ્રિજ એમ સતત ત્રીજા અલગ-અલગ લોકેશન પર મગરની હાજરી નોંધાતાં વનવિભાગ અને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આ વિસ્તારમાં મગરને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. એક જ મગર સ્થળાંતર કરે છે કે સંખ્યા વધી? જુદા જુદા ત્રણ સ્થળોએ મગર દેખાતાં હવે શહેરીજનો અને પર્યાવરણપ્રેમીઓમાં તર્ક-વિતર્કો વહેતા થયા છે કે શું આ એક જ મગર છે જે તાપીના પાણીના વહેણ સાથે સતત પોતાનું સ્થાન બદલી (સ્થળાંતર કરી) રહ્યો છે? શું તાપી નદીના પટમાં મગરોની વસતી (સંખ્યા) વધી રહી છે? નોંધનીય છે કે, વાર-તહેવારે મોટી સંખ્યામાં લોકો તાપી નદીમાં સ્નાન કરવા જાય છે અને રોજિંદા ધોરણે કોઝવે પાસે પણ લોકો ડૂબકી લગાવતા હોય છે. આ સ્થિતિમાં મગરની હાજરીથી મોટી દુર્ઘટના થવાનો ભય સેવાઈ રહ્યો છે. 2006ના વિનાશક પૂર બાદ પ્રથમ વખત સુરતમાં મગર દેખાયા હતા ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2006 પહેલાં સુરત શહેર કે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં ક્યારેય મગર જોવા મળ્યા નહોતા. વર્ષ 2006માં આવેલા વિનાશક પૂરના પાણી સાથે ઉપરવાસમાંથી આ મગરો તણાઈને તાપીના પટમાં આવી પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારથી લઈને આજદિન સુધી સમયાંતરે તાપીના અલગ-અલગ કિનારે મગરો દેખાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. 20 વર્ષમાં મગરે મનુષ્ય પર હુમલો કર્યો નથી તાપી નદીમાં મગરોની સતત હાજરીથી લોકોમાં ફફડાટ છે, પરંતુ રાહતની બાબત એ છે કે અત્યાર સુધીમાં કોઈ મગરે માનવી પર હુમલો કર્યો હોય કે નુકસાન પહોંચાડ્યું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. વનવિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ પ્રજાતિના મગર સ્વભાવે શાંત હોય છે અને માનવ વસાહતથી દૂર એકાંતવાળી જગ્યાઓ પસંદ કરે છે. જ્યાં સુધી મગરની પજવણી ન થાય કે તેમના વિસ્તારમાં ખલેલ ન પહોંચે ત્યાં સુધી તેઓ સામે ચાલીને હુમલો કરતા નથી. છતાં તંત્ર દ્વારા નદીકિનારે જતાં લોકોને સાવચેત રહેવા અને મગર દેખાય તો તેને હેરાન કરવાને બદલે તુરંત વનવિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આ મગરો જોવા મળે છે. જેમાં વરિયાવમાં બે, અમરોલી ખાડીમાં એક, છાપરાભાઠા ખાડીમાં એક, વાલક ખાડીમાં બે, સરથાણા ડ્રેનેજમાં એક, લસકાણા ગામ રીવર માં એક, મોટા વરાછા પાળા પાસે એક અને અબ્રામા અમરોલી ખાતે એક મગર અત્યાર સુધીમાં પકડાયા છે. સ્થાનિક તરવૈયાઓની તાપી નદીમાં ન જવા અપીલ વન વિભાગ અધિકારી ટંડેલે જણાવ્યું હતું કે, સુરત વન વિભાગ દ્વારા તાપી નદીમાં જે મગરનો વિડિઓ વાયરલ થયો હતો, તેની તપાસ વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરતા હાલ તે જગ્યા પર મગર જોવા મળેલ નથી. અને ત્યાંના નાગરિકો તેમજ માછીમારોને મારી નમ્ર વિનંતી છે કે હાલ જે નદીમાં જાવ તે સાવચેતી રાખીને જવું. અને તરવૈયાઓએ નદીમાં હાલ પૂરતું અત્યારે જવું નહીં.
    Click here to Read More
    Previous Article
    નારીગામે વાડીની જમણવારની પાર્ટીમાં યુવક પર ધારિયાથી હુમલો:અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે ધારિયાનો ઘા ઝીંક્યો; વરતેજ પોલીસમાં ફરિયાદ
    Next Article
    "Humare Ghar Mein Cold Drink Nahi Millega": Tukaram Mundhe Shares His Rules For Kids

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment