Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ‎:નડાબેટમાં વરુ ઉછેર કેન્દ્રમાં લવાયેલા વરુના 12 બચ્ચા જન્મ્યાં

    21 hours ago

    વાવ થરાદ જિલ્લાના નડાબેટ ખાતે વર્ષ 2023માં વરુ સંવર્ધન અને પુનર્વસન પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો હતો. જ્યાં વર્ષ 2026 દરમિયાન શક્કરબાગથી 16 વરુ લવાયા હતા. જેમણે ત્રણ વર્ષમાં 12 બચ્ચાને જન્મ આપ્યો હતો. તેમાંથી 13 વરુઓને કુદરતી જંગલમાં મુક્ત કરાતાં હાલ કેન્દ્રમાં 8 મોટા અને 7 નવા બચ્ચાં સહિત કુલ 15 વરુઓ હયાત છે. વાવ થરાદ જિલ્લાના રણ વિસ્તારમાં નિલગાય અને ભુંડની સંખ્યા વધી ગઇ હોવાથી ખેતીના પાકોને મોટાપ્રમાણમાં નુકશાન થઇ રહ્યું છે. તેમની વસ્તી કુદરતી રીતે નિયંત્રિત થાય અને પ્રાણી સંગ્રહાલયમાં કેદ વરૂઓ કુદરતી વાતાવરણમાં મુક્ત બની વિહરી શકે, શિકાર કરવાની આવડત પુન: પ્રાપ્ત કરે તે માટે નડાબેટમાં વર્ષ 2023માં વુલ્ફ સોફ્ટ રીલિઝ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતુ. આ અંગે થરાદ વન્ય પ્રાણી રેન્જ આર. એફ. ઓ. પી. વી. આંજણા અને નડાબેટ વુલ્ફ સોફ્ટ રીલિઝ સેન્ટરના ઇન્ચાર્જ કરમશીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, વર્ષ 2023 માં શક્કરબાગથી 4 વરુ લાવવામાં આવ્યા હતા. આ બાદ નડાબેટના અનુકૂળ વાતાવરણમાં 5 નવા બચ્ચાનો જન્મ થયો હતો. આ સફળતાને આગળ ધપાવતા વર્ષ 2025 માં વધુ 12 વરુ લાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2026 માં 4 વરુઓને ખુલ્લા જંગલમાં મુક્ત કરાયા હતા. જ્યારે ફેબ્રુઆરી 2026 માં વધુ 7 નવા બચ્ચાનો જન્મ થયો છે. વર્તમાનમાં નડાબેટ સેન્ટરમાં 4 નર, 4 માદા અને 7 નવા જન્મેલા બચ્ચા મળીને કુલ 15 વરુઓ છે. સેટેલાઈટ અને રેડિયો કોલરથી મોનિટરિંગ વરુઓ માનવ વસાહતથી દૂર રહે તે માટે તેમને માવસરીથી લઈને કચ્છના રણ સુધીના નિર્જન વિસ્તારોમાં મુક્ત કરાય છે. ગીરના સિંહની જેમ જ અહીં પણ ટ્રેકર્સ, બીટ ગાર્ડ અને ફોરેસ્ટરની ટીમ રેડિયો કોલરની મદદથી વરુઓનું 24 કલાક મોનિટરિંગ કરે છે. વરુ માનવ માટે હિંસક ન બને તેની પૂરી ચકાસણી કર્યા બાદ જ તેમને ખુલ્લા જંગલમાં છોડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ખેરાલુના 2 શખ્સોની અટકાયત:પાલનપુરના સોનગઢ પાટિયા પાસે ટ્રકમાં કતલખાને લઈ જવાતી 9 ભેંસો બચાવાઈ
    Next Article
    8 ઓકટોબરે યુનિ.ખાતે ભરતી મેળો‎:પાટણમાં રોજગાર ભરતી મેળામાં 20 કંપની જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment