Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે દેવશયની એકાદશી:ભગવાન વિષ્ણુની પૂજા સાથે કરો વ્રત-ઉપવાસ, શનિદેવને ચઢાવો સરસવનું તેલ અને કાળા તલ

    7 घंटे पहले

    આવતીકાલે એટલે કે શનિવાર, 25 જુલાઈના રોજ અષાઢ સુદ એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ વ્રતને દેવશયની એકાદશી કહેવાય છે. તેને હરિશયની, પદ્મા અને આષાઢી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાં જતા રહે છે. આની સાથે જ ચાતુર્માસની શરૂઆત થાય છે, જે દેવઉઠી એકાદશી (20-21 નવેમ્બર) સુધી ચાલે છે. ચાતુર્માસમાં માંગલિક કાર્યો માટે મુહૂર્ત હોતા નથી, આ દિવસોમાં પૂજા-પાઠ, મંત્ર જાપ, તપ અને સેવાને વધુ મહત્વ આપવામાં આવે છે. શનિવાર અને એકાદશીના યોગમાં શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ ચઢાવો. ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરો. પરંપરાઓ અનુસાર ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર છે. તેમના યોગનિદ્રામાં જવાનો સંદેશ એ છે કે હવે આત્મચિંતન, સંયમ અને ભક્તિનો સમય શરૂ થઈ ગયો છે. તેથી ચાતુર્માસના ચાર મહિનામાં લોકો પોતાના જીવનમાં સાદગી અપનાવવા, ધાર્મિક કાર્યો કરવા અને સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ લે છે. આ ચાર મહિનામાં વરસાદનો સમયગાળો રહે છે, આવી સ્થિતિમાં એક જગ્યાએ રહીને ભક્તિ કરવાનું મહત્વ ઘણું વધારે માનવામાં આવ્યું છે. જૂના સમયમાં ચાતુર્માસના દિવસોમાં કોઈ એક જગ્યાએ રોકાઈને જ ભક્તિ કરતા હતા. વ્રત ક્યારે રાખવામાં આવશે? ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, એકાદશી તિથિ 24 જુલાઈની સવારે 9:12 વાગ્યાથી શરૂ થઈને 25 જુલાઈની સવારે 11:34 વાગ્યા સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર 25 જુલાઈએ દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પૂજા કેવી રીતે કરવી?
    Click here to Read More
    Previous Article
    Gen Z is protesting. Here is the economics behind the rage
    Next Article
    ખડગેએ કહ્યું- પીએમ સદનમાં આવીને નિવેદન આપે:ત્યારે જ તેમની વાતોને સાચી માનીશું; વિપક્ષનો હોબાળો, લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment