Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતને ડમી શાળામાંથી મુક્તિ મળશે!:રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની બેઠક, ટ્યુશન ક્લાસમાં સમય મર્યાદાના નિર્ણયથી અભ્યાસનું ભારણ ઘટશે

    13 hours ago

    રાજકોટ ખાતે યોજાયેલી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સરકારને કરાયેલી રજૂઆતો સીધી રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મોટો બદલાવ લાવનારી સાબિત થશે. હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે નાના બાળકો ઉપર સતત વધતા માનસિક તણાવ, ડમી શાળાઓના કારણે ખોરવાતી શિક્ષણ વ્યવસ્થા, ટ્યુશન ક્લાસીસની અસમતોલ ફી મર્યાદા જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરીને પ્રજાલક્ષી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ બેઠક બાદ જાહેર કરાયેલી બાબતોથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટો સીધો ફાયદો થવાની આશા જાગી છે. ખાનગી ઇન્સ્ટિટ્યુટના ક્લાસીસ ચલાવવાની પ્રવૃત્તિ બંધ કરવાની માંગણી સૌથી મોટો ફાયદો ગુજરાતને ડમી શાળાઓનાં મોટા દૂષણમાંથી મુક્તિ સ્વરૂપે મળશે. શાળાઓ સાથે ટાઈ-અપ કરીને અંદર જ ખાનગી ઇન્સ્ટિટ્યુટના ક્લાસીસ ચલાવવાની પ્રવૃત્તિ બંધ કરવાની માંગણીથી વિદ્યાર્થીઓને નિયમિત શાળાકીય માહોલ મળશે. આ ઉપરાંત 16 વર્ષથી નાની વયના બાળકો માટે JEE અને NEET જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ પર મર્યાદા મૂકવાની રજૂઆતથી નાના બાળકો પરથી નાનપણથી જ અતિશય અભ્યાસનું બોજારૂપ દબાણ દૂર થશે. દરરોજ માત્ર 3થી 4 કલાક કોચિંગ આપવાનો નિયમ અમલી બનશે તો વિદ્યાર્થીઓને માનસિક રીતે થાક લાગશે નહીં અને તેઓ રમતગમત તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે પણ સમય ફાળવી શકશે, જેથી તેમનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. વાલીઓએ અતિશય ફીમાંથી મુક્તિ મળશે વાલીઓ માટે પણ આ સમન્વય બેઠકના સૂચનો આર્થિક અને સામાજિક રીતે ખૂબ રાહતરૂપ બની રહેશે. સરકાર દ્વારા લાવવામાં આવનાર ટ્યુશન એક્ટ હેઠળ તમામ નાના-મોટા ક્લાસીસનું વ્યાજબી ફી સાથે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની માંગથી ખાનગી કોચિંગ સેન્ટરોની મનસ્વી ફી ઉઘરાવવાની પ્રવૃત્તિ પર લગામ લાગશે. વાલીઓએ બાળકોના ભવિષ્ય માટે આપવી પડતી અતિશય ફીમાંથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવસ્થા ઊભી થશે. શાળાના શિક્ષકો દ્વારા અલગથી લેવાતા ખાનગી ટ્યુશન બંધ કરવાના નિર્ણયથી વર્ગખંડમાં જ ગુણવત્તાસભર શિક્ષણ આપવાની શિક્ષકોની જવાબદારી વધશે, જેનાથી સામાન્ય વર્ગના વાલીઓને વધારાના ટ્યુશન ખર્ચમાંથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી આસાન ભાષામાં શિક્ષણ પ્રાપ્ત થશે આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વર્તમાન યુગમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પણ સંચાલકો તૈયાર થયા છે. આનાથી વિદ્યાર્થીઓને આધુનિક પદ્ધતિથી આસાન ભાષામાં શિક્ષણ પ્રાપ્ત થશે. ફેડરેશનના ચેરમેન હેમાંગ રાવલ, પ્રમુખ હેમંત સોલંકી અને વિજય જોબનપુત્રા સહિતના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સરકાર સમક્ષ આ તમામ પ્રજાલક્ષી મુદ્દાઓનો કડક અમલ કરાવવા માટે સતત રજૂઆત કરશે. આમ, આ સમગ્ર પહલથી વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય સચવાશે અને વાલીઓ પરનો આર્થિક બોજ હળવો થશે. બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી 30થી વધુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ઘટક સંઘો હાજર રહ્યા હતા. ડમી સ્કૂલ કલ્ચર તથા ટ્યુશન બંધ થવા જોઈએ આ કાર્યક્રમ અંગે ફેડરેશન ઓફ એકેડેમિક એસો.નાં ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ટ્યુશન એક્ટ અથવા ઓર્ડિનન્સ (વટહુકમ) લાવવાની તૈયારીઓ થઈ રહી છે, જેને ફેડરેશન આવકારે છે. જોકે, આ એક્ટમાં કેટલીક મહત્વની બાબતો ધ્યાને લેવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ડમી સ્કૂલ કલ્ચર તથા શાળાના શિક્ષકો દ્વારા થતાં ટ્યુશન બંધ થવા જોઈએ. આ ઉપરાંત, 16 વર્ષથી નીચેના બાળકોને JEE કે NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું ટ્રેનિંગ કોચિંગ આપવા પર મનાઈ હોવી જોઈએ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બહારથી આવતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે પાર્ટનરશીપ કરીને ચાલતા ક્લાસીસ સદંતર બંધ થવા જોઈએ. સાથે જ તેમણે રજિસ્ટ્રેશન ફી વ્યાજબી રાખવા તેમજ સરકાર સમક્ષ પોતાના મુદ્દા અને રજૂઆતો આગળ પણ પહોંચાડવાની વાત કહી હતી.
    Click here to Read More
    Previous Article
    RPFના સ્થાપના દિવસની ઉજવણી:પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા રક્તદાન શિબિર, મુસાફર જાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
    Next Article
    મોપેડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો:કોસાડ લેક ગાર્ડન પાસેથી ચોરીના વાહન સાથે મધ્યપ્રદેશનો આરોપી રંગેહાથ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment