Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોપેડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો:કોસાડ લેક ગાર્ડન પાસેથી ચોરીના વાહન સાથે મધ્યપ્રદેશનો આરોપી રંગેહાથ પકડાયો

    12 hours ago

    સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત દિવસોમાં થયેલી વાહન ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. અમરોલી પોલીસે બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને ચોરી થયેલા મોપેડ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા શખ્સ દ્વારા મોપેડની ચોરી અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલી ગોપીનાથ સોસાયટી ખાતે રહેતા ફરિયાદીના ઘર પાસેથી તારીખ 10 સપ્ટેમ્બર 2026ના રોજ મોડી રાતથી વહેલી સવારના સમયગાળા દરમિયાન સુઝુકી એક્સેસ મોપેડ રજી. નં. GJ-05-UA-9538, જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા 35,000 થાય છે, તે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોસાડ લેક ગાર્ડન પાસેથી આરોપીને દબોચ્યો મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે ચાલી રહેલી તપાસ અંતર્ગત પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરી થયેલા મોપેડ સાથે એક શંકાસ્પદ વ્યક્તિ કોસાડ લેક ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કોસાડ લેક ગાર્ડન પાસેથી આરોપીને ચોરી કરેલા વાહન સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 35,000ની કિંમતનું મોપેડ જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રભાત ઉર્ફે પ્રેમ કમલેન્દ્ર સિંહ (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના ઉંચેરા તાલુકાના કરહી ખુર્દ ગામનો વતની છે અને હાલમાં અમરોલીના છાપરાભાઠા રોડ પર આવેલ મનમંદીર સોસાયટીના પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રૂમ નંબર 302માં રહી નોકરી કરતો હતો. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે તે અન્ય કોઈ વાહન ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતને ડમી શાળામાંથી મુક્તિ મળશે!:રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસો.ની બેઠક, ટ્યુશન ક્લાસમાં સમય મર્યાદાના નિર્ણયથી અભ્યાસનું ભારણ ઘટશે
    Next Article
    ભાડજ ગામમાં ચોરી કરનાર ઝડપાયો:ચોરે દાગીના જમીનમાં દાટ્યા હતા, ₹10.70 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment