Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં અધૂરા ROB બ્રિજ માટે કોંગ્રેસે પિતૃ તર્પણ કરી વિરોધ:શ્રાદ્ધ પર્વમાં અનોખો વિરોધ; 4 વર્ષથી કામ અટકતા વેપારીઓ અને લોકો પરેશાન

    13 hours ago

    વાપીમાં દમણ અને સેલવાસને જોડતા ઓવરબ્રિજ (ROB) નું કામ લાંબા સમયથી અટક્યું છે. આના વિરોધમાં વાપી શહેર કોંગ્રેસ સમિતિએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રિજ સ્થળે પિતૃ તર્પણ કરી અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, બ્રિજ તોડતી વખતે દોઢ વર્ષમાં નવો બ્રિજ બનાવવાની બાંહેધરી અપાઈ હતી. જોકે, ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, બ્રિજનું કામ માત્ર 25 ટકા જ પૂરું થયું છે. મનપા કાઉન્સિલર ખંડુ પટેલ અને વરુણ ઠાકુરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસ નેતાઓએ કટાક્ષ કરતા કહ્યું કે, કામ અટકે ત્યારે પિતૃ દોષ મનાય છે. તંત્રને કયા પિતૃ નડી રહ્યા છે તે જાણી તેમને શાંત કરવા આ તર્પણ કરાયું. બ્રિજનું કામ અટકવાને કારણે વેપારીઓના ધંધા ભાંગી પડ્યા છે. સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને અવરજવરમાં તકલીફ પડે છે. વિસ્તારમાં ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઈ છે. કોંગ્રેસે માગ કરી છે કે પ્રશાસન ઝડપથી બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું કરી જનતાને મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ વિપક્ષી સાંસદો સાથે જંતર-મંતર પર ધરણા માટે રવાના:કહ્યું- જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે; કાલે પ્રિયંકા સાથે 8 કલાક ધરણા કર્યા હતા
    Next Article
    ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ:2 ટન પ્લાસ્ટિક જપ્ત, 70 માઇક્રોન પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ ઝડપાયું, 4 લાખનું પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment