Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ:2 ટન પ્લાસ્ટિક જપ્ત, 70 માઇક્રોન પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ ઝડપાયું, 4 લાખનું પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું

    12 hours ago

    ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ચિત્રા GIDC અને સિંધુનગરમાં દરોડા પાડીને રૂ. 4 લાખની કિંમતનું 2 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું છે. ચિત્રા GIDC સ્થિત 'શ્રીજી પેકેજિંગ'માંથી 70 માઇક્રોનના પ્લાસ્ટિક પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે, જ્યારે સિંધુનગરના જીતેન્દ્ર જનરલ સ્ટોર્સ માંથી કાળા ઝબલા અને પ્લાસ્ટિકના વાસણો જપ્ત કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે સોલિડ વેસ્ટના અધિકારી ફાલ્ગુન શાહએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની આજે બે અલગ અલગ ટિમો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે, પાલિકાની ટીમે દરોડા પાડીને બંને સ્થળોએથી રૂ.4 લાખની કિંમતનું આશરે 2 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે., તંત્ર દ્વારા ચિત્રા GIDC સ્થિત 'શ્રીજી પેકેજિંગ' પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 70 માઇક્રોનની ઝબલા બેગ પર '120 માઇક્રોન'નું બોગસ પ્રિન્ટિંગ કરીને બજારમાં વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાંથી સ્થળ પરથી 1520 કિલો પ્લાસ્ટિક સીઝ કરાયું હતું. જ્યારે બીજી તરફ સિંધુનગર સ્થિત જીતેન્દ્ર જનરલ સ્ટોર્સ પર દરોડો પાડીને 450 કિલો પ્રતિબંધિત કાળા ઝબલા, પ્લાસ્ટિકની ચમચી અને વાટકા વગેરેનો જથ્થો જપ્ત કરાયો હતો. આમ, બંને સ્થળોએથી કુલ 2000 કિલો આશરે 2 ટન આસપાસ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ.4 લાખ થાય છે સોલિડ વેસ્ટ વિભાગે અલગ અલગ બંને ટિમો દ્વારા વેપારીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની આ સખત કાર્યવાહીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફકડાટ વાપી ગયો હતો...
    Click here to Read More
    Previous Article
    વાપીમાં અધૂરા ROB બ્રિજ માટે કોંગ્રેસે પિતૃ તર્પણ કરી વિરોધ:શ્રાદ્ધ પર્વમાં અનોખો વિરોધ; 4 વર્ષથી કામ અટકતા વેપારીઓ અને લોકો પરેશાન
    Next Article
    જામનગરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ:3,000 કિલો ઘઉં સાથે 5 શખ્સોની અટકાયત, રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment