Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ:3,000 કિલો ઘઉં સાથે 5 શખ્સોની અટકાયત, રૂ. 6.15 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    જામનગર શહેરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ છે. સિટી 'બી' ડિવિઝન પોલીસે બેડી બંદર રોડ પરથી 3,000 કિલો ઘઉંનો જથ્થો પકડ્યો છે. આ કેસમાં પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. વહેલી સવારે પોલીસ ટીમ પાણાખાણ-બેડી બંદર રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે શંકાસ્પદ વાહન (GJ-10-AT-4747)ને રોકી તપાસ કરાઈ. વાહનમાંથી 3,000 કિલો ઘઉં મળતા પોલીસે કાર્યવાહી કરી. પોલીસે BNSSની કલમ 35(1)(e) હેઠળ શબીર જુસબભાઈ શેખ (50), અબ્બાસ વલીમામદ જેડા (38), અબ્દુલ વલીમોહમ્મદ જેડા (50), આબીદ અબ્દુલ જેડા (28) અને ઈકબાલ અબ્દુલ કમોરા (33)ની અટકાયત કરી. આ બધા બેડી વિસ્તારના રહેવાસી છે. પોલીસે ઘઉં અને વાહન સહિત કુલ 6,15,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જથ્થો સરકારી સસ્તા અનાજનો છે કે કેમ, તેની તપાસ ચાલી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરાઈ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મનપાની લાલ આંખ:2 ટન પ્લાસ્ટિક જપ્ત, 70 માઇક્રોન પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ ઝડપાયું, 4 લાખનું પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું
    Next Article
    હર્ષ સંઘવીએ રૂપાલથી ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા’ શરૂ કરાવી:ગાંધીનગરના ચારેય તાલુકામાં ફરશે, નાગરિક આત્મનિર્ભર બને અને વિકાસની મુખ્યધારા સાથે જોડાવાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment